।। श्रीशुकउवाच ।।
नंदस्स्वात्मजउत्पन्ने जाताह्लादोमहामनाः ।
आहूय विप्रान्दैवज्ञान् स्नातःशुचिरलंकृतः ।।१।।
वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै ।
कारयामास विधिवत् पितृदेवार्चनं तथा ।।२।।
શુકદેવજી કહે છે- પુત્રનો જન્મ થવાથી આનંદ પામેલા ઉદાર મનના નંદરાયે તો સ્નાન કરી, પવિત્ર થઇ, શણગાર ધરી, ભવિષ્યવેત્તા બ્રાહ્મણોને બોલાવી પુત્રનું સ્વસ્તિકવાચન કરાવીને જાતકર્મ સંસ્કાર કરાવ્યો, અને પિતૃ તથા દેવતાઓનું પૂજન કરાવ્યું.૧-૨
धेनूनां नियुते प्रादाद् विप्रेभ्यः समलंकृते । तिलाद्रीन् सप्त रत्नौघशातकौम्भाम्बरावृतान् ।।३।।
બ્રાહ્મણોને શણગારેલી બે લાખ ગાયો અને રત્ન સમૂહ તથા સોનેરી વસ્ત્રોથી વીંટેલા સાત તિલપર્વતો આપ્યા.૩ ''પૃથ્વી આદિ પદાર્થ કાળથી પવિત્ર થાય છે, દેહાદિક સ્નાનથી, બીજી કેટલીક વસ્તુ કેવળ ધોવાથી પવિત્ર થાય છે, ગર્ભાદિક સંસ્કારોથી પવિત્ર થાય છે.
कालेन स्ननशौचाभ्यां संस्कारैस्तपसेज्यया । शुध्यन्ति दानैः सन्तुष्टया द्रव्याण्यात्मा।।त्मविद्यया ।।४।।
ઇંદ્રિયાદિક તપથી, બ્રાહ્મણાદિક યજન કરવાથી, ધન દાનથી, મન સંતોષથી અને આત્મા બ્રહ્મવિદ્યાથી પવિત્ર થાય છે.''૪
सौमङ्गल्यगिरो विप्राः सूतमागधवन्दिनः । गायकाश्च जगुर्नेदुर्भेर्यो दुन्दुभयो मुहुः ।।५।।
બ્રાહ્મણો, સૂત, માગધ અને બંદિજનો આશીર્વાદનાં વચન બોલવા લાગ્યા.૫
व्रजः सम्मृष्टसंसिक्तद्वाराजिरगृहान्तरः । चित्रध्वजपताकास्रच्कैलपल्लवतोरणैः ।।६।।
રજમાં દ્વાર, આંગણાં અને ઘરોના અંદરના ભાગો સ્વચ્છ કરવામાં આવ્યા અને જળ છાંટી દીધાં. વિચિત્ર ધજા અને પતાકાઓની હારો લગાવવામાં આવી. વસ્ત્રો અને પાંદડાંનાં તોરણોની શોભા અતિશય વધારવામાં આવી.૬
गावो वृषा वत्सतरा हरिद्रातैलरूषिताः । विचित्रधातुबर्हस्रग्वस्त्रकाञ्चनमालिनः ।।७।।
ગાયો, બળદો તથા નાનાં વાછરડાંઓને તેલ હળદર ચોપડી જુદા જુદા પ્રકારના ધાતુ, પુષ્પની માળા, વસ્ત્ર તથા સુવર્ણના અલંકારોથી શણગારેલા હતા.૭
महार्हवस्त्राभरणकञ्चुकोष्णीषभूषिताः । गोपाः समाययू राजन् ! नानोपायनपाणयः ।।८।।
ઘણા મૂલ્યવાળાં વસ્ત્ર, આભૂષણ, કંચુક તથા પાઘડીઓથી શોભતા ગોવાળિયા તરેહ તરેહની ભેટ લઇને નંદરાયને ઘેર આવ્યા.૮
गोप्यश्चाकर्ण्य मुदिता यशोदायाः सुतोद्बवम् । आत्मानं भूषयाञ्चक्रुर्वस्त्राकल्पाञ्जनादिभिः ।।९।।
યશોદાને પુત્ર આવ્યો સાંભળી રાજી થયેલી ગોપીઓ વસ્ત્ર, આભૂષણ અને અંજન આદિથી પોતાનાં શરીરને શણગારવા લાગી.૯
नवकुङ्कुमकिञ्जल्कमुखपङ्कजभूतयः । बलिभिस्त्वरितं जग्मुः पृथुश्रोण्यश्चलत्कुचाः ।।१०।।
નવીન કેશર લાગવાથી શોભતાં મુખવાળી, મોટા નિતંબવાળી અને હાલતા સ્તનવાળી ગોપીઓ ભેટો લઇને ઉતાવળથી નંદરાયને ઘેર જવા લાગી.૧૦
गोप्यः सुमृष्टमणिकुण्डलनिष्ककण्ठयश्चित्राम्बराः पथि शिखाच्युतमाल्यवर्षाः ।नन्दालयं सवलया व्रजतीर्विरेजुर्व्यालोलकुण्डलपयोधरहारशोभाः ।।११।।
જે ગોપીઓએ કાનમાં સ્વચ્છ રત્ન જડીત કુંડળ પહેર્યાં હતાં, કંઠમાં હાર ધારણ કર્યા હતા, હાથમાં કંકણ પહેર્યાં હતાં, શરીરમાં વિચિત્ર વસ્ત્ર પહેર્યાં હતાં અને જેઓના ચોટલામાંથી માર્ગમાં ફુલપાંખડીની વૃષ્ટિ થતી હતી, તેઓ નંદરાયને ઘેર જતી સમયે હાલતાં કુંડળ અને સ્તન અને હારની શોભાથી બહુ જ દીપતી હતી.૧૧
ता आशिषः प्रयुञ्जानाश्चिरं पाहीति बालके । हरिद्राचूर्णतैलाद्बिः सिञ्चन्त्यो जनमुज्जगुः ।।१२।।
''ઘણા કાળ સુધી રક્ષાને પામો'' એમ બાળકને આશીર્વાદ આપતી અને હળદરનાં ચુર્ણ તથા તેલવાળાં પાણીથી લોકોને ભીંજાવતી તે ગોપીઓ ગીત ગાતી હતી.૧૨
अवाद्यन्त विचित्राणि वादित्राणि महोत्सवे । कृष्णे विश्वेश्वरे।नन्ते नन्दस्य व्रजमागते ।।१३।।
જગતના નાથ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજમાં પધારતાં એ મહોત્સવમાં વિચિત્ર વાજાં વાગતાં હતાં.૧૩
गोपाः परस्परं हृष्टा दधिक्षीरघृताम्बुभिः । आसिञ्चन्तो विलिम्पन्तो नवनीतैश्च चिक्षिपुः ।।१४।।
રાજી થયેલા અને એક બીજા ઉપર ઘી દુધ અને જળ રેડતા તથા માખણનું લેપન કરતા ગોવાળિયાઓ એક બીજા ઉપર દહીં નાખવા લાગ્યા.૧૪
नन्दो महामनास्तेभ्यो वासो।लङ्कारगोधनम् । सूतमागधवन्दिभ्यो ये।न्ये विद्योपजीविनः ।।१५।।
ઉદાર મનના નંદરાયે સૂત, માગધ, બંદિજનો અને બીજા પણ જેઓ વિદ્યોપજીવી હતા તેઓને વસ્ત્ર, અલંકાર, ગાયો અને ધન આપ્યાં.૧૫
तैस्तैः कामैरदीनात्मा यथोचितमपूजयत् । विष्णोराराधनार्थाय स्वपुत्रस्योदयाय च ।।१६।।
મોટા મનવાળા નંદરાયે વિષ્ણુની આરાધનને માટે અને પોતાના કલ્યાણ સારૂં યથાયોગ્ય રીતે ઘણા ઘણા પદાર્થોથી સૌની પૂજા કરી.૧૬
रोहिणी च महाभागा नन्दगोपाभिनन्दिता । व्यचरद् दिव्यवासःस्रक्कण्ठाभरणभूषिता ।।१७।।
નંદરાયે માન આપેલાં મહાભાગ્યશાળી રોહિણી દિવ્ય વસ્ત્ર, માળા અને કંઠના આભૂષણોથી અલંકૃત થઇને એ મહોત્સવમાં ફરતાં હતાં.૧૭
तत आरभ्य नन्दस्य व्रजः सर्वसमृद्धिमान् । हरेर्निवासात्मगुणै रमाक्रीडमभून्नृप! ।।१८।।
ભગવાનના જન્મથી આરંભીને નંદજીનો વ્રજ સર્વે સમૃદ્ધિઓથી યુક્ત થયો હતો અને એ વ્રજ ભગવાનના નિવાસથી થયેલા સર્વને પ્રિય લાગવું, એ આદિક અસાધારણ ગુણોથી લક્ષ્મીજીને ક્રિડા કરવાના સ્થળરૂપ થયો હતો.૧૮
गोपान् गोकुलरक्षायां निरूप्य मथुरां गतः । नन्दः कंसस्य वार्षिक्यं करं दातुं कुरूद्वह ।।१९।।
પછી હે પરીક્ષિત રાજા ! ગોકુળની રક્ષા કરવાની ગોવાળિયાઓને ભલામણ આપી, નંદરાય કંસને વાર્ષિક કર દેવા સારૂં મથુરામાં ગયા.૧૯
वसुदेव उपश्रुत्य भ्रातरं नन्दमागतम् । ज्ञात्वा दत्तकरं राज्ञो ययौ तदवमोचनम् ।।२०।।
કંસને આપેલો છે વાર્ષિક કર જેમણે એવા પોતાના પરમમિત્ર નંદરાયને આવેલા જાણીને વસુદેવ નંદજીના ઉતારે ગયા.૨૦
तं दृष्ट्वा सहसोत्थाय देहः प्राणमिवागतम् । प्रीतः प्रियतमं दोर्भ्यां सस्वजे प्रेमविह्वलः ।।२१।।
પ્રાણ આવતાંની સાથે જેમ દેહ ઉભો થાય, તેમ વસુદેવને આવ્યા જાણી તરત ઉભા થઇને પ્રેમથી વિવ્હળ થયેલા નંદરાયે પ્યારા મિત્ર વસુદેવનું આલિંગન કર્યું.૨૧
पूजितः सुखमासीनः पृष्ट्वानामयमादृतः। प्रसक्तधीः स्वात्मजयोरिदमाह विशाम्पते! ।।२२।।
दिष्टया भ्रातः प्रवयस इदानीमप्रजस्य ते । प्रजाशाया निवृत्तस्य प्रजा यत् समपद्यत ।।२३।।
પૂજેલા અને સારી રીતે બેઠેલા અને જેનું મન પોતાના પુત્રોમાં લાગી રહ્યું હતું, એવા વસુદેવે આદરભાવથી આરોગ્ય પૂછી આ પ્રમાણે કહ્યું કે- હે ભાઇ ! વૃદ્ધ, પ્રજા રહિત અને પ્રજાની આશા પણ છોડી દીધી હતી એવા તમને હમણાં પુત્ર આવ્યો એ ઘણું સારૂં થયું.૨૨-૨૩
दिष्टया संसारचक्रे।स्मिन् वर्तमानः पुनर्भवः । उपलब्धो भवानद्य दुर्लभं प्रियदर्शनम् ।।२४।।
વળી એ પણ બહુ આનંદની વાત છે, કે આ સંસારરૂપી ચક્રમાં રહેલા તમે આજ ફરીવાર જન્મેલા પુત્ર જેવા જોવામાં આવ્યા, ખરેખર પ્રિયનું દર્શન દુર્લભ છે.૨૪
नैकत्र प्रियसंवासः सुहृदां चित्रकर्मणाम् । ओघेन व्यूह्यमानानां प्लवानां स्रोतसो यथा ।।२५।।
પાણીના પ્રવાહથી તણાતાં ખડ અને કાષ્ટ આદિની સ્થિતિ જેમ એક ઠેકાણે રહેતી નથી, તેમ વિચિત્ર પ્રારબ્ધવાળાં સંબંધીઓનો પ્રિય સહવાસ પણ એક ઠેકાણે રહેતો નથી. ૨૫
क्वचित् पशव्यं निरुजं भूर्यम्बुतृणवीरुधम् । बृहद्वनं तदधुना यत्रास्से त्वं सुहृद्वृतः ।।२६।।
જ્યાં તમે હમણાં સંબંધીઓથી વીંટાઇને રહ્યા છો, તે મોટું વન પશુઓને હિતકારી, રોગ રહિત અને જળ, ખડ તથા લતાઓની ઘણી સંપત્તિવાળું છે.૨૬
भ्रातर्मम सुतः कच्चिन्मात्रा सह भवद्व्रजे । तातं भवन्तं मन्वानो भवद्भ्यामुपलालितः।।२७।।
હે ભાઇ ! જે મારો પુત્ર તેની માની સાથે તમારા વ્રજમાં રહ્યો છે અને તમને જ પિતા કરી માને છે તેને તમોએ સારી પેઠે રાખ્યો છે ને ?૨૭
पुंसस्त्रिवर्गो विहितः सुहृदो ह्यनुभावितः । न तेषु क्लिश्यमानेषु त्रिवर्गो।र्थाय कल्पते ।।२८।।
પુરૂષના ધર્મ, અર્થ અને કામ જો પોતાના સંબંધીઓને ઉપયોગી થાય તો તે સફળ કહેવાય અને જો સંબન્ધીઓ કલેશ પામતાં હોય તો તે ધર્માદિક કશા ઉપયોગના નથી.૨૮
अहो ते देवकी पुत्राः कंसेन बहवो हताः । एकावशिष्टावरजा कन्या सापि दिवं गता ।।२९।।
નંદરાય કહે છે- અહો ! ! ! દેવકીથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો કંસે મારી નાખ્યા અને એક સૌથી નાની દીકરી રહી હતી તે પણ સ્વર્ગે ગઇ !૨૯
नूनं हृदृष्टनिष्ठो।यमदृष्टपरमो जनः । अदृष्टमात्मनस्तत्त्वं यो वेद न स मुह्यति ।।३०।।
માણસોની નિષ્ઠા અવશ્ય ભાગ્ય ઉપર જ છે. તેથી પોતાના સુખ દુઃખનું કારણ ભાગ્ય જ છે. એમ જે સમજે તે કોઇ રીતે મુંઝાય નહીં.૩૦
वसुदेव उवाच करो वै वार्षिको दत्तो राज्ञो दृष्टा वयं च वः । नेह स्थेयं बहुतिथं सन्त्युत्पाताश्च गोकुले ।।३१।।
વસુદેવ કહે છે- તમે પ્રતિવર્ષ આપવાનો કર રાજાને આપી દીધો અને અમોને પણ મળી ચુક્યા છો. માટે હવે તમારે અહીં ઘણા દિવસ સુધી રહેવું યોગ્ય નથી, કેમકે ગોકુળમાં ઉત્પાત થતા હશે એમ માનું છું.૩૧
श्रीशुक उवाच - इति नन्दादयो गोपाः प्रोक्तास्ते शौरिणा ययुः । अनोभिरनडुद्युक्तैस्तमनुज्ञाप्य गोकुलम् ।।३२।।
શુકદેવજી કહે છે- આ પ્રમાણે વસુદેવનું વચન સાંભળી નંદાદિક ગોવાળો બળદગાડાં જોડી વસુદેવની આજ્ઞા લઇ ગોકુળમાં ગયા.૩૨
इति श्रीमद्बागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे नन्दवसुदेवसङ्गमो नाम पञ्चमो ।ध्यायः ।।५।।
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પાંચમો અધ્યાય સંપૂર્ણ.