ભગવાન શ્રીહરિએ આત્માના અધ્યાત્મ આદિક ભેદોનું કરેલું નિરૃપણ.
श्रीनारायणमुनिरुवाच -
श्रोत्रमध्यात्ममित्युक्तं दिशस्तत्राधिदैवतम् । श्रोतव्यमधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। १
त्वगध्यात्ममिति प्रोक्तं वातस्तत्राधिदैवतम् । अधिभूतं तथा स्पर्शस्त्ताभ्यां विन्दते पुमान् ।। २
चक्षुरध्यात्ममित्युक्तमर्कस्तत्राधिदैवतम् । द्रष्टव्यमधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। ३
जिह्वाध्यात्ममिति प्रोक्तं वरुणोऽत्राधिदैवतम् । अधिभूतं रसश्चैव तत्ताभ्यां विन्दते पुमान् ।। ४
घ्राणमध्यात्ममित्युक्तं दस्रौ तत्राधिदैवतम् । घ्रातव्यमधिभृतं च तत्ताभ्यां विन्दते पुमान् ।। ५
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિવર્ય ! સાંખ્યજ્ઞાનના દાતા વિદ્વાનો શ્રોત્ર ઇન્દ્રિયને અધ્યાત્મ કહે છે, તે શ્રોત્ર ઇન્દ્રિયમાં રહેલા દિગ્પાળ દેવતા છે. તેને અધિદૈવત નામે કહે છે, અને તે શ્રોત્ર ઇન્દ્રિયદ્વારા સાંભળવા યોગ્ય શબ્દને અધિભૂત કહે છે. જીવાત્મા અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા જ અધિભૂતનો અનુભવ કરે છે. અહીં આધાર એવા ગોલોકનો અને આધેય એવી ઇન્દ્રિયનો અભેદપણે નિર્દેશ કર્યો છે. તે સર્વત્ર સમજવો.૧
ત્વક્ ઇન્દ્રિયને અધ્યાત્મ કહે છે, તે ઇન્દ્રિયમાં રહેલા વાયુદેવને અધિદૈવ કહે છે અને સ્પર્શને અધિભૂત કહે છે, જીવાત્મા તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૨
નેત્ર ઇન્દ્રિય અધ્યાત્મ છે. તેમાં રહેલા સૂર્યદેવ અધિદૈવ છે અને રૂપ અધિભૂત છે, જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે. ૩
જીહ્વા ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા વરુણદેવ અધિદૈવ છે અને રસ અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૪
ઘ્રાણ ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા અશ્વિનીકુમાર અધિદૈવ છે, ઘ્રાણ ઇન્દ્રિયથી સૂંઘવા યોગ્ય ગંધ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૫
वागध्यात्णममिति प्रोक्तमग्निस्तत्राधिदैवतम् । वक्तव्यमधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। ६
पाणी अध्यात्ममित्युक्तत्युक्तमिन्द्रस्तत्राधिदैवतम् । आदानमधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। ७
पादावध्यात्ममित्युक्तं विष्णुस्तात्राधिदैवतम् । गन्तव्यमधिभूतं च ताभ्यां तद्विन्दते पुमान् ।। ८
पायुरध्यात्ममित्युक्तं मित्रस्तत्राधिदैवतम् । अधिभूतं विसर्गश्च तत्ताभ्यां विन्दते पुमान् ।। ९
उपस्थोऽध्यात्ममित्युक्तं प्रजेशोऽत्राधिदैवतम् । आनन्दश्चाधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। १०
તેવી જ રીતે વાક્ ઇન્દ્રિય અધ્યાત્મ છે. તેમાં રહેલા અગ્નિદેવ અધિદૈવ છે. બોલવા યોગ્ય વચન અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવદ્વારા અનુભવ કરે છે.૬
પાણી-હસ્ત ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા ઇન્દ્રદેવ અધિદૈવ છે. અને ગ્રહણ કરવું કે આપવું તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૭
પાદ ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા વિષ્ણુ અધિદૈવ છે. ગમનાગમનરૂપ પાદ વ્યવહાર તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૮
પાયુ-ગુદા ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા મિત્રદેવ અધિદૈવ છે, મલત્યાગ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૯
ઉપસ્થ- શિશ્નેન્દ્રિય અધ્યાત્મ છે. તેમાં રહેલા પ્રજાપતિદેવ અધિદૈવ છે, મૈથુનસુખ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૧૦
मनोऽध्यात्ममिति प्रोक्तं चन्द्रश्चात्राधिदैवतम् । मन्तव्यमधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। ११
बुद्धिरध्यात्ममित्युक्तं ब्रह्मा तत्राधिदैवतम् । बोद्धव्यमधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। १२
अहङ्कारोऽध्यात्ममिति रुद्रस्तत्राधिदैवतम् । अभिमानोऽधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। १३
चित्तमध्यात्ममित्युक्तं क्षेत्रज्ञोऽत्राधिदैवतम् । चिन्तनं चाधिभूतं तत्पुमांस्ताभ्यां प्रपद्यते ।। १४
अध्यात्मादिविभागोऽयं स्फुटं त्रेधा निरूपितः । तत्र द्वे करणे ज्ञोये ज्ञोयं कर्म तृतीयकम् ।। १५
स त्रिष्वन्यतमाभावे कर्तुं न क्षमते क्रियाः । तथापि संविद्रूपोऽस्ति स्वयं तेभ्यः पृथक्स्थितः ।। १६
क्षेत्रज्ञो जीवरूपोऽयं हृद्याकाशे प्रकाशवान् । विशेषसत्तया ह्यास्ते व्याप्य सामान्यतो वपुः ।। १७
તેમજ આંતર ઇન્દ્રિયોમાં મન અધ્યાત્મ કહેવાય છે, તેમાં રહેલા ચંદ્રદેવ અધિદૈવ કહેવાય છે, સંકલ્પ વિકલ્પ અધિભૂત કહેવાય છે. જીવાત્મા તે બન્નેના માધ્યમથી સંકલ્પ વિકલ્પરૂપ અધિભૂતનો અનુભવ કરે છે.૧૧
બુદ્ધિ અધ્યાત્મ છે, તેમાં રહેલા બ્રહ્માજી અધિદૈવ છે અને નિશ્ચય અધિભૂત છે. જીવાત્મા તે બન્નેના માધ્યમથી નિશ્ચયરૂપ અધિભૂતને પ્રાપ્ત કરે છે.૧૨
અહંકાર અધ્યાત્મ છે, તેમાં રહેલા રૂદ્રદેવ અધિદૈવ છે, અભિમાન ધરવું તે અધિભૂત છે. જીવાત્મા તે બન્નેથી અભિમાનરૂપ અધિભૂતનો અનુભવ કરે છે.૧૩
ચિત્ત અધ્યાત્મ છે, તેમાં રહેલા શ્રીવાસુદેવ અધિદૈવ છે, અને ચિંતવન એ અધિભૂત છે. જીવાત્મા તે બન્નેથી ચિંતવનરૂપ અધિભૂતનો અનુભવ કરે છે.૧૪
આ પ્રમાણે અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત આ ત્રણ પ્રકારના વિભાગનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું. એ ત્રણે વિભાગમાં પહેલા બે કરણ જાણવા અને ત્રીજુ કર્મ જાણવું.૧૫
આ ત્રણેને મધ્યે કોઇ પણ એકનો અભાવ હોય તો ક્ષેત્રજ્ઞા એવો જીવ તે તે ક્રિયા કરવા સમર્થ થતો નથી, છતાં પણ એ ત્રણેથી અલગ છે.૧૬
તેમજ એ જીવ ત્રણેને જાણનારો-જ્ઞાતા છે, પ્રકાશરૂપ છે. જીવરૂપે રહેલો એ ક્ષેત્રજ્ઞા પોતાની સામાન્ય સત્તાએ કરીને આખા શરીરમાં વ્યાપીને રહેલો છે, અને વિશેષ સત્તાએ કરીને હૃદયાકાશમાં રહેલો છે.૧૭
इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः । मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ।। १८
देवप्रकाशिता अर्था मया भुक्ता निजेन्द्रियैः । इत्यन्तःकरणे वेद्मीत्येवं यो वेत्ति स स्वयम् ।। १९
साङ्खयज्ञानमिति प्रोक्तं स्वरूपं देहदेहिनोः । पृथग्विज्ञायते येन सदसच्च यथा तथा ।। २०
ज्ञानेनैतेनात्मरूपं न यावद्बिन्नं विद्याद्यः शरीरत्रयात्सः । तावद्बद्धो मायया याति साधो ! भूयोभूयः संसृतिं दुःखरूपाम् ।। २१
હે મુનિ ! ઇન્દ્રિયોથી પર વિષયો છે, વિષયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ અને તેથી પર જ્ઞાતા એવો ક્ષેત્રજ્ઞા જીવ છે.૧૮
તે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓએ તે તે વિષયોને પ્રકાશિત કર્યા ને મેં મારી ઇન્દ્રિયોદ્વારા અનુભવ્યાં. આ પ્રમાણે હું મારા અંતઃકરણમાં જાણું છું. એમ જે જાણે તે જ જાણનારો સ્વયં ક્ષેત્રજ્ઞા છે.૧૯
હે મુનિ ! આ પ્રમાણે અમે તમને સાંખ્યજ્ઞાનનો બોધ આપ્યો. જે જ્ઞાનથી શરીર ક્ષેત્ર અને શરીરી ક્ષેત્રજ્ઞાનો અસત્ય અને સત્યપણાનો બોધ પ્રાપ્ત થાય છે. શરીર અસત્ય છે અને શરીરી સત્ય છે. આવું જ્ઞાન તેનાં લક્ષણો જાણવાથી સમજાય છે.૨૦
હે સંતવર્ય ! જે પુરુષો અમે કહેલા આ સાંખ્યજ્ઞાનથી પોતાના આત્માના સ્વરૂપને ત્રણ શરીરથી ભિન્ન જાણતો નથી, તે પુરુષ માયાથી બંધન પામી અતિશય દુઃખરૂપ સંસૃતિમાં વારંવાર ભટક્યા કરે છે.૨૧
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे ज्ञानोपदेशे अध्यात्मदिविभागनिरूपणनामैकसप्ततितमोऽध्यायः ।। ७१
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત તથા ત્રણેથી પર રહેલા ક્ષેત્રજ્ઞાનું નિરૂપણ કર્યું એ નામે એકોતેરમો અધ્યાય પૂર્ણ થયો. --૭૧--