શ્લોક ૯

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः | त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ||४-९||


શ્ર્લોકાર્થ

આ મારાં જન્મ અને કર્મ તેને દિવ્ય છે એમ જે તાત્ત્વિક ભાવથી જાણે છે તો તે પણ પોતાના શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મ નથી પામતો, પણ હે અર્જુન ! મનેજ પામે છે. ।।૯।।




ભાવાર્થ

હવે-પોતાનાં જન્મ અને કર્મના જ્ઞાનનું અલૌકિક માહાત્મ્ય કહી સમજાવે છે - મારાં-એટલે કે-કર્મ કારણ જેમાં છે અને હેયભૂત પ્રકૃતિના ત્રણ ગુણોના કાર્યભૂત એવો દેહસંબંધ એજ લક્ષણ જેનું છે, એવા જન્મપ વિકારથી રહિત અને સમગ્ર દિવ્ય-કલ્યાણકારી ગુણગણોના સમૂહોથી પરિપૂર્ણસ્વપ એવો જે હું, તે મારાં-મારા એકાન્તિક સંતોના રક્ષણ માટે સ્વીકારેલાં જન્મ, કર્મ અને ચેષ્ટિત લીલા ચરિત્રો, તેને દિવ્ય-પ્રકૃતિજન્ય ગુણના સંસર્ગલેશથી પણ વર્જીત અને શ્રોતા જનોના મોક્ષને જ કરનારાં છે, એમ જે તત્ત્વથી-ખરી રીતે જાણે છે, હે અર્જુન ! તે પુષ પોતાના વર્તમાન શરીરનો પરિત્યાગ કરીને-કર્યા પછી ફરીથી જન્મ નથી પામતો, પણ મનેજ પામે છે. ।।૯।।