वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः | बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ||४-१०||
શ્ર્લોકાર્થ
રાગ, ભય અને ક્રોધ વિગેરે વિકારોથી રહિત થયેલા, મારામાં અનન્ય ભાવથી એકચિત્ત થયેલા અને મને જ આશરેલા એવા ઘણાક પુષો મારા સ્વપના પરમ જ્ઞાનપ તપથી પવિત્ર થઇને મારા સ્વપને પામેલા છે. ।।૧૦।।
ભાવાર્થ
અને એ પ્રમાણે મારાં જન્મ-કર્મ દિવ્યપણે જાણવાના પ્રભાવથી ટળી ગયા છે- મારા સિવાય બીજામાં પ્રીતિપ રાગ, સર્વસંહારક કાળનો ભય, તેમજ ક્રોધાદિક વિકારો જેમના, અને તેથીજ હુંજ પ્રધાન જેમને છું અને તેથીજ મને અનન્ય ભાવથી આશરેલા એવા ઘણાક માણસો મારા સ્વપનું માહાત્મ્યજ્ઞાન અને મેં કહેલા ધર્મપાલનપ તપ તેનાથી ટળી ગયા છે સમસ્ત અવિદ્યાજનિત દોષમાત્ર જેમના, એવા થકા મારો ભાવ જે અક્ષરસ્વપતા વિગેરે અસાધારણ સ્વભાવપ ગુણ, તેને પામી ગયા છે. તેમાં પ્રમાણભૂત શ્રુતિ છે-''ત્યારે વિદ્વાન-જ્ઞાની ઉપાસક પુણ્ય-પાપપ કર્મજાળને ટાળી નાખીને માયાના અંજનપ આવરણથી રહિત પરિશુદ્ધ થઇને પરમાત્માની સાથે પરમ સામ્યને પામે છે.'' ।।૧૦।।