यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत | अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ||४-७||
શ્ર્લોકાર્થ
અને એ રીતે જ્યારે જ્યારે મેં પ્રવર્તેલા એકાંતિક ધર્મની ગ્લાની થાય છે અને અધર્મની ચઢતી - પ્રબળતા થાય છે, ત્યારે હું મારા સ્વપને સર્જું છું-આવિર્ભાવ પામું છું. ।।૭।।
ભાવાર્થ
નનુ-શંકા, ભગવાનનો જન્મ ક્યારે થાય ? એ શંકાના સમાધાનમાં કહે છે - ''હે ભારત ! જ્યારે-જ્યારે-જે જે સમયમાં, ધર્મની-અસ્તેય અને અહિંસા વિગેરે સદાચારની, તેમ જ માસ એકાંતિક ધર્મની પણ, ગ્લાની-ભ્રંશ થઇ જાય છે. અને અધર્મની-શાસ્ત્રનિષિદ્ધ-પરદારગમન, અપેય એવા દા આદિકનું પાન કરવું અને હિંસા વિગેરે પાપાચારની લોકમાં વૃદ્ધિ-ચઢતી થાય છે. ત્યારે નિશ્ચેજ હું મારા આત્માને-સ્વપને, સર્જું છું-મારી પોતાની ઇચ્છાથી જ દેવ-મનુષ્યાદિકપે પ્રગટ થઇને સર્વ જનને નયનગોચરપણે વર્તું છું.'' આ કહેવાથી શ્રીહરિના આવિર્ભાવનો સમય સૂચવ્યો છે. ।।૭।।