अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् | प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया ||४-६||
શ્ર્લોકાર્થ
કેમ કે-હું તો કર્માધીન જન્મથી રહિત, સ્વપ અને સ્વભાવથી પણ વ્યયરહિત-અવિનાશીપ અને ભૂત-પ્રાણીમાત્રનો નિયામક હોવા છતાં પણ મારા પરમ વાત્સલ્યાદિક અસાધારણ સ્વભાવને અનુસરીને મારી પોતાની ઇચ્છાથી જ પ્રગટ થાઉં છું. ।।૬।।
ભાવાર્થ
નનુ-શંકા, ભગવાનને જન્મ કહેવાથી ભગવાનને વિષે પંચભૂતના પરિણામપ દેહવાળાપણું હોવાથી કર્માધીનપણું, તેમજ-પરાધીનતા વિગેરે દોષનો પણ સંભવ આવે. એ શંકાના સમાધાનમાં કહે છે-કર્મવશ્ય-જન્મરહિત હોવા છતાં પણ, વિકારશૂન્ય અનશ્વર આત્મા-મૂર્તિ-સ્વપ જેનું છે, તથા અક્ષર, પુષ, કાળ, માયા એ આદિક સર્વ ભૂત-પ્રાણીમાત્રનો નિયામક અને સ્વતંત્ર છું તો પણ, એટલે કે-અજત્વ, અવ્યયમૂર્તિત્વ, સર્વનિયંતૃત્વં, સ્વતંત્રત્વ, સર્વવ્યાપકત્વ એ વિગેરે મારાં અતિ ઉત્કૃષ્ટ-સર્વશ્રેષ્ઠ ઐશ્વર્યોને નહિ તજતાં જ. મારી પોતાની પ્રકૃતિને-એટલે કે સ્વભાવસિદ્ધ અને નિરવધિક અતિશયવાળાં-જ્ઞાન, બળ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, ધૈર્ય અને તેજ. તેમજ-અપાર કાણ્ય, સૌશીલ્ય, વાત્સલ્ય અને ઔદાર્ય એ આદિક મારી પોતાની અસાધારણ પ્રકૃતિને-સ્વભાવને અનુસરીને હું મારી ઇચ્છાથીજ પ્રાદુર્ભાવ પામું છું.
અભિપ્રાય એ છે કે-આ કહી એવી મારી પ્રકૃતિને અંગીકાર કરીને-અનુસરીને, માયિક ભાવનો લેશ પણ જેમાં નથીજ, તેમજ ક્ષર-અક્ષરાદિક સર્વનું નિયમન કરનારી અને ક્ષર-અક્ષર સર્વથી વિલક્ષણ એવી દિવ્ય મહામનોહર મૂર્તિથી મારો પોતાનો સંકલ્પ એ જ હેતુને લીધે દેવ-મનુષ્યાદિકમાં તેને તેને સમાન પથી આકૃતિથી આવિર્ભાવ પામું છું.
આ શ્લોકથી ભગવાન પુષોત્તમનો આવિર્ભાવપ્રકાર કહ્યો, અપ્રાકૃત-દિવ્ય વિગ્રહે યુક્તતા કહી અને જન્મનું-આવિર્ભાવનું કારણ પણ કહ્યું. અહીંયા માયાશબ્દ જ્ઞાનપર્યાય, સંકલ્પપર્યાય, તેમજ ઇચ્છાપર્યાયપ અર્થવાળો છે એમ શ્રીમદ્રામાનુજાચાર્ય પોતે માને છે. વળી-બીજા ગ્રંથોમાં કૃપા આદિકના પર્યાય અર્થમાં પણ માનવામાં આવે છે.
ભગવાનના આવિર્ભાવ પ્રકારમાં પ્રમાણભૂત-''કર્માધીન જન્મ નહિ છતાં બહુ પ્રકારે પ્રગટ થાય છે.'' ''ધીર-જ્ઞાનીજનોજ તે ભગવાનના આવિર્ભાવપ્રકારને યથાર્થ જાણી-સમજી શકે છે.'' ''કમળ સરખાં નેત્રોવાળા અને ચતુર્ભૂજસ્વપ એવા તે અદ્ભુત-આશ્ચર્યકારી બાળકને જોઇને.'' ''માતા-પિતાને જોત-જોતામાં જ તુરત જ પ્રાકૃત-સામાન્ય બાળક જેવા થઇ ગયા.'' ''તે જ આ પુરાતન પુષ પરમાત્મા નિશ્ચેજ છે.'' ''અનેક સાધનોથી પણ ન જાણી શકાય એવા પોતાના સ્વપને જણાવવાને અર્થેજ સ્વીકારી છે નરાકૃતિ જેમણે એવા તમને.'' ''તે જ તમે સાક્ષાત્ અધ્યાત્મ જ્ઞાનને પ્રકાશ કરનારા વિષ્ણુ-ભગવાન છો.'' ''કર્માધીન જન્મરહિત અજન્મા પરમાત્માનો જન્મ અધર્મ-માર્ગેચાલનારા અધર્મીઓના નાશ માટે છે. અને કર્તાપણાના અભિમાને રહિત અકર્તા પરમેશ્વરને કર્મ કરવાં તે મનુષ્યોને શીખવાડવાને માટેજ છે. અને એમ જો ન હોય તો ગુણકાર્યથી પર વર્તનારા પરમાત્મા કર્મતન્ત્ર એવા દેહયોગને યોગ્ય કેમ ગણાય ? ન જ ગણાય'' એ આદિક શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ વિગેરેનાં ઘણાંક વચનો છે.
ભગવાનના અપ્રાકૃત વિગ્રહને કહેનારાં પ્રમાણભૂત વાક્યો-''હું આ વિશ્વમાં પ્રથમથીજ હતો.'' ''સાકાર વ્યાપવું એજ પુષ-પરમાત્માનું પુષપણું છે.'' ''આ સઘળું વિશ્વ આગળ પુષાકાર પરમાત્માપેજ હતું.'' ''માયાના તમથી પર રહેલા અને સૂર્ય સમાન સમુજ્જવળ વર્ણવાળા સર્વથી મહાન્ પુષ-પરમાત્માને હું જાણું છું.'' ''જે આદિત્યમંડળમાં હિરણ્મય પુષ-પરમાત્માં જોવામાં આવે છે, તે હિરણ્ય સમાન સુન્દર દાઢી અને હિરણ્ય સમાન માથાના કેશવાળા અને નખથી લઇને શિખાપર્યન્ત સુવર્ણ સરખાજ અતિ સુન્દર-મહા મોહક છે.'' '' દિવ્ય બ્રહ્મ ધામમાં એક અદ્વિતીય પુષાકાર પરમાત્મા અખંડ વિરાજમાન રહે છે, તે પુષથી-પરમાત્માથી આ સઘળું વિશ્વ પૂર્ણ છે.'' ''પરમાત્મા સત્યસંકલ્પ, આકાશની પેઠે નિર્મળસ્વપ, વિશ્વની ઉત્પત્તિ આદિક સઘળાં કર્મ કરનારા, સર્વ ઇચ્છાઓથી પૂર્ણ, સર્વ ગન્ધથી પૂર્ણ અને સર્વ રસમયમૂર્તિ છે.'' ''તે આ પુષ-પરમાત્માનું પ તો જેવું મહારજતમય વસ્ત્ર હોય તેવું સમુજ્જવળ શ્વેત-પ્રકાશમય છે.'' ''આ પરમાત્માનો દેહ પૃથ્વી આદિક ભૂતસંઘાતની રચનાવાળો નથી, અર્થાત્-દિવ્ય અપ્રાકૃત છે.'' ''સૃષ્ટિના પહેલાં એકજ અદ્વિતીયસ્વપ એવા વાસુદેવ પરબ્રહ્મ ભગવાન માયાના ગુણોથી રહિત અને દિવ્યમૂર્તિ પોતાના બૃહત્ અક્ષર ધામમાં અખંડ વિરાજમાન હતા.'' ''આ આવી જ છે'' એમ નિર્દેશ ન કરી શકાય એવી એક મૂર્તિ છે, તેને ઉપાસક જ્ઞાનીજનો તેજના સમૂહથી વ્યાપ્ત સઘળાં અંગવાળી એવી અતિ શ્વેત-તેજોમય દેખે છે.'' ''તે સમયમાં કૃષ્ણને ગ્રીષ્મ ઋતુના કોટિ સૂર્ય સમાન તેજસ્વી, હસ્તમાં મૂરલીધારી રહેલા અને કિશોર અવસ્થાવાન્ એવા દ્વિભુજ મૂર્તિ દીઠા.'' ''એક-સાથે ઉદય પામેલા હજારો હજાર સૂર્ય સમાન પ્રકાશવાળા તે તેજમાં રમ્ય અને દિવ્ય એવી શ્યામ-સુન્દર આકૃતિવાળા વાસુદેવ ભગવાનને દીઠા.'' ઇત્યાદિક શ્રુતિ, સ્મૃતિ અને પુરાણવચનો વિગેરે ઘણાંક છે.
હવે-ભગવાનને જન્મ ધારવામાં હેતુમાં પ્રમાણભૂત-''હે શુભે ! હું દેવકીજીના પુત્રપણાને પામીશ.'' ''હું તમારો પુત્ર થયો હતો અને પ્રશ્નિગર્ભ એવા નામથી પ્રસિદ્ધ થયો હતો.'' '' હું અંશ-કળાથી અવતાર ધારણ કરીશ.'' '' મેં તમને હું પોતે આપ્યો માટેજ તે દત્ત એવા નામે પ્રસિદ્ધ ભગવાનનો અવતાર છે.'' ઇત્યાદિક ભાગવત પુરાણનાં વચનો છે.
આ કહ્યાં એ વચનોથી ભગવાનને જન્મ ધારવામાં પોતાની ઇચ્છા એ જ મુખ્ય કારણ છે એમ કહેવામાં આવ્યું છે. ।।૬।।