શ્લોક ૪૧

योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् | आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ||४-४१||

શ્ર્લોકાર્થ

યોગથી-કર્મયોગથી પરમેશ્વરમાં જેણે પોતાનાં સઘળાં કર્મ અર્પણ કરેલાં છે અને તત્ત્વજ્ઞાનથી સમૂળ છેદાઇ ગયેલા છે સંશયો જેના એવા આત્મજ્ઞાનીને હે ધનંજય ! કર્મ બન્ધન કરતાં નથી. ।।૪૧।।

ભાવાર્થ

હવે-આ કહ્યું એ પ્રકારે કર્મમાં અકર્મ-દૃષ્ટિ રાખીને કર્મ કર્યાં કરનારને તે કર્મથી બંધન થતું નથી એમ કહે છે - કર્મમાં અકર્મ-બુદ્ધિ રાખવાપ બુદ્ધિયોગના પ્રભાવથી સમ્યક પ્રકારે તજી દીધાં છે કર્મફળ જેણે અને સત્સંગથી પ્રાપ્ત થયેલા પૂર્વોક્ત જ્ઞાનથી જેના સંશયમાત્ર સમૂળ ઉચ્છિન્ન થઇ ગયેલા છે અને તેથી જ આત્મસ્વપમાં તેમજ પરમાત્મસ્વપમાં દૃઢ નિષ્ઠા-સ્થિરતા પામેલા જ્ઞાની પુષને હે ધનંજય ! આધુનિક તેમજ પ્રાચીન એવાં કર્મ કે જે કર્મ આ સંસારમાં બંધનનાં હેતુભૂત છે, તે કર્મ તેને બન્ધન કરતાં નથી. અર્થાત્-દગ્ધરજ્જુની પેઠે બંધન કરવા સમર્થ થતાં નથી. ।।૪૧।।