શ્લોક ૪૦

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति | नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ||४-४०||

શ્ર્લોકાર્થ

આવા જ્ઞાન સિવાયનો, ગુ અને શાસ્ત્રવાક્યમાં શ્રદ્ધા વિનાનો અને તેથીજ સંશયે યુક્ત મનવાળો પુષ નાશ પામે છે અને સંશયે યુક્ત મનવાળા પુષને આ લોકેય નથી અને પર લોકેય નથી, તેમ તેને ક્યાંય સુખ પણ નથી જ. ।।૪૦।।


ભાવાર્થ

આ કહ્યાં એ લક્ષણોથી સંપન્ન જ્ઞાની પુષનેજ આત્મા-પરમાત્માના અનુભવાત્મક સુખનો લાભ થાય છે, પણ તે સિવાય બીજાને નથી થતો એમ કહી સમજાવે છે-
તત્ત્વજ્ઞાનથી શૂન્ય એવો અજ્ઞાની, તેમજ-જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાન સંપાદન કરવાના ઉપાયમાં વિશ્વાસપૂર્વક ત્વરાએ રહિત, તથા-''મને આ જ્ઞાન નિષ્પન્ન થશે ? કે નહિ થાય ?'' એવો સન્દેહ જેની બુદ્ધિમાં અખંડ રહ્યા કરે છે, તેવો પુષ નાશ પામે છે, એટલે કે-મોક્ષમાર્ગ થકી ભ્રષ્ટ થઇ જાય છે. અહીંયા ''નાશ પામે છે.'' એ પદ અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને સંશયાત્મા, એ ત્રણેયને લાગુ થાય છે. વળી-એ ત્રણેયમાં પણ સંશયાત્મા તો સર્વ પ્રકારે ભ્રષ્ટ થઇ જાય છે. એમ કહે છે-સંશયે યુક્ત મનવાળા મનુષ્યને આ મનુષ્ય લોકમાં પણ કોઇ સિદ્ધિ થતી નથી, કારણકે ઉપાયથી ડગી ગયેલો છે માટે. તેમજ-સ્વર્ગ -વૈકુંઠાદિક પરલોકની પ્રાપ્તિ પણ તેને થતી નથી. કારણ કે-ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યદિક સાધનસંપત્તિની સિદ્ધિનો અભાવ છે માટે.

અભિપ્રાય એ છે કે - જેની બુદ્ધિ સંશયથી વ્યાપ્ત અને અતિ અસ્થિર છે, તેવા પુષને આ લોકમાં -કે પરલોકમાં ક્યાંય સુખ મળતું જ નથી. એ નિશ્ચિત અર્થ છે. ।।૪૦।।