શ્લોક ૪૨

तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः | छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ||४-४२||

શ્ર્લોકાર્થ

માટે હે ભારત ! અજ્ઞાનથીજ સમુદ્ભવ પામેલા મનમાં રહેલા એ સંશયને જ્ઞાનપ તલવારથી તું તારી પોતાની મેળે જ છેદી નાખીને કર્મયોગનો આશ્રય કર ! અને યુદ્ધ માટે-ઊઠ તૈયાર થઇ જા ! ।।૪૨।।
ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મસંન્યાસયોગો નામ ચતુર્થોડધ્યાયઃ ।।૪।।


ભાવાર્થ

આ કહ્યું એમ છે માટે કર્મના સ્વપનું યથાર્થ જ્ઞાન નહિ થવામાં હેતુભૂત એવા અનાદિ અજ્ઞાનને લીધે થયેલો એવો તારા હૃદયમાં રહેલો આ બંધુઓને હણવાના ઉદ્યોગને લીધે થઇ આવેલા શોક-મોહાદિક નિમિત્ત જેમાં છે એવો તારો પોતાનો સંદેહ તેને, કર્મનું યથાર્થ સ્વપ અવબોધન કરનારા અને સમગ્ર સંશયમાત્રને છેદી નાખનારા, એવા મેં કહેલા જ્ઞાનપ ખડ્ગે કરીને સમૂળગો છેદી નાખીને, તારી પોતાની પ્રકૃતિને અનુકૂળ ક્ષત્રિય જાતિના ધર્મપ કર્મયોગને આચર ! અને આ ચાલતા યુદ્ધને માટે તૈયાર થઇ જા ! આ શ્લોકમાં રહેલા ભારત ! એવા સંબોધનથી અર્જુનને ક્ષત્રિય જાતિપણું હોવાથી સંગ્રામની સ્વધર્મતા બતાવેલી છે. ।।૪૨।।

ઇતિ શ્રી પરવિદ્યૈકગોચર-પરભક્તિસમારાધ્ય-ભગવત્સહજાનન્દસ્વામી શિષ્યાગ્રગણ્ય-સદ્ગુવર્ય-શ્રીગોપાળાનંદમુનિવિરચિતે શ્રીમદ્ભગવદ્વીતાભાષ્યે ચતુર્થોડધ્યાયઃ ।।૪।।