શ્લોક ૩૯

श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः | ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ||४-३९||

શ્ર્લોકાર્થ

સારી પેઠે નિયમમાં રાખ્યાં છે ઇન્દ્રિયો જેણે અને શ્રદ્ધાવાન થઇને તત્પર વર્તનારોજ પુષ આ જ્ઞાનને પામે છે. અને એવા જ્ઞાનને પામીને થોડા જ સમયમાં પરમ-સર્વોત્કૃષ્ટ શાન્તિને પામે છે. ।।૩૯।।


ભાવાર્થ

તેજ વાતને વિસ્તાર કરતા થકા કહે છે - ઉપર કહ્યું તેજ જ્ઞાન પરમ પ્રાપ્ય જેને છે અને એ જ હેતુથી શ્રદ્ધાવાન્-સચ્છાસ્ત્રમાં કહેલાં લક્ષણોથી સમ્પન્ન એવા જ્ઞાનીજનોએ ઉપદેશેલા જ્ઞાનને દૃઢતાપૂર્વક વધારવામાં વિશ્વાસપૂર્વક ત્વરાવાન, અને એટલા જ માટે તે જ્ઞાન સિવાયના બીજા વિષયો થકી જેણે પોતાનાં ઇન્દ્રિયોને નિગ્રહ કરીને વશમાં રાખેલાં છે, તેવો જન પૂર્વે કહેલા જ્ઞાનને પામે છે. અને તેવા જ્ઞાનને પામ્યા પછી જ તુરત જ આત્મસ્વપ અને પરમાત્મસ્વપના સાક્ષાત્ અનુભવપ પરમ ઉત્કૃષ્ટ શાંતિને પામે છે, એટલે કે - નિરવધિકાતિશય આનંદપ પરમ નિર્વાણપ મહાશાન્તિને પામી જાય છે. ।।૩૯।।