न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते | तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ||४-३८||
શ્ર્લોકાર્થ
આ લોકમાં જ્ઞાનને તુલ્ય બીજું કોઇ પદાર્થ પવિત્ર છે જ નહિ, અને તે વાત કાળે કરીને યોગથી સંસિદ્ધ થયેલો પુષ આત્મસ્વપમાં પોતાની મેળે જ જાણે છે. ।।૩૮।।
ભાવાર્થ
આ બ્રહ્માંડમાં જ્ઞાનને તુલ્ય પવિત્ર-જીવને શુદ્ધ કરનારૂં બીજું કોઇ સાધન છેજ નહિ. નનુ-શંકા, એવું ઉત્તમ જ્ઞાન મને ક્યારે થશે ? એમ અર્જુનની શંકા ઉઠાવીને સ્વયં ભગવાન કહે છે-
મારી આરાધનાપ અસંગપણે કરેલા કર્મયોગથી સમ્યક્પ્રકારે યોગ્યતા પામેલો જન ભગવાનના એકાંતિક સત્પુષોનો સમાગમ કરવામાં વીતાવેલા અલ્પ સમયે કરીને જ તે જ્ઞાન આત્મામાં-જીવાત્માને વિષે સ્વયમેવ પામે છે- પ્રકાશે છે. ।।૩૮।।