यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन | ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ||४-३७||
શ્ર્લોકાર્થ
હે અર્જુન ! સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ જેમ કાષ્ટોને બાળીને ભસ્મ પ કરી દેછે, તેજ પ્રમાણે સુદૃઢ થયેલો જ્ઞાનપ અગ્નિ સર્વ કર્મજાળને બાળીને ભસ્મસાત્ કરી દે છે. ।।૩૭।।
ભાવાર્થ
સમુદ્રની માફક વિદ્યમાન રહેવા પાપોનું સન્તરત્ માત્રજ કહ્યું, પણ તે પાપનો ક્ષય થઇ જાય છે એમ તો ન કહ્યું. એ શંકાને દૃષ્ટાંતથી નિવારણ કરતા કહે છે-
હે અર્જુન ! સુપ્રદીપ્ત અગ્નિ ઇંધનપ કાષ્ટને જેમ ભસ્મસાત્ કરી નાખે છે, તે જ પ્રમાણે આત્મા-પરમાત્માના સ્વપના યથાર્થ જ્ઞાનપ અગ્નિ ક્ષેત્રજ્ઞા જીવાત્મામાં રહેલાં આધુનિક અને પ્રાચીન તેમજ સંચિત એવાં શુભ-અશુભ સમગ્ર કર્મને, ફક્ત પ્રારબ્ધ કર્મ સિવાય ભસ્મીભાવને પમાડી દે છે, એટલે કે-તે કર્મ ભોગવવાં પડે એવાં રહેતાં નથી. ।।૩૭।।