अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः | सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ||४-३६||
શ્ર્લોકાર્થ
સર્વ પાપ કરનારાઓ કરતાં પણ જો તું અધિક પાપ કરનારો હોઇશ, તો પણ તે સર્વ પાપપ સમુદ્રને જ્ઞાનપ નૌકાથી તું સુખેથી તરી જઇશ. ।।૩૬।।
ભાવાર્થ
સર્વ પાપો કરનારા પુષો કરતાં પણ અતિ અધિક પાપ કરનારો તું જો હોઇશ, તો પણ આ મેં કહેલા જ્ઞાનપ નૌકાવડે કરીને જ, સર્વ-આધુનિક તેમજ પ્રાચીન-સંચિત એવાં સમગ્ર પાપ-પાપના સમુદ્રને પણ સમ્યક્-પ્રકારે અનાયાસેજ તરી જઇશ એ અભિપ્રાય છે. ।।૩૬।।