શ્લોક ૩૪-૩૫

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया | उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ||४-३४||

यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव | येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ||४-३५||

શ્ર્લોકાર્થ

તત્ત્વદર્શી જ્ઞાનીજનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. અને તે તું પ્રણિપાત કરીને અનુક્રમે યથાસમય પ્રશ્ન પૂછવાથી અને તે મહાપુષોની સેવા-શુશ્રૂષા કરવાથી જાણજે.
કે-જે જ્ઞાનને જાણી-સમજીને હે પાણ્ડુપુત્ર-અર્જુન ! તું ફરીથી આવો મોહ નહિ પામું. અને વળી-જે જ્ઞાનના પ્રભાવથી સર્વ ભૂતોને સમગ્રપણે આત્મસ્વપમાં જોઇશ અને તે પછી તે બધુંય તું મારામાં જોઇશ. ।।૩૪-૩૫।।


ભાવાર્થ

એવું જ્ઞાન મને કેમ થાય ? એમ અર્જુનની શંકા ઉઠાવીને ભગવાન કહે છે-પ્રથમ દંણ્ડવત્ પ્રણામ કરવાપૂર્વક વંદન કરવાથી અને તે પછી તે તત્ત્વદર્શી મહાત્માઓની મનને અનુકૂળ સેવા-શુશ્રૂષા કરવાથી પ્રાપ્ત થયેલા પ્રસન્નતા સમયમાં આત્માનું યથાર્થ સ્વપ જાણવાની ઇચ્છાથી કરેલા પ્રશ્નપરંપરાથી તારે તે જ્ઞાન જાણવું. અને તત્ત્વદર્શી તે જ્ઞાની-મહાત્માઓ તને સદુપદેશ કરશે.

હવે જ્ઞાન કોને સમજવું તે સમ્બન્ધમાં કહે છે કે-જ્ઞાનનું સ્વપ સ્કન્દ પુરાણમાં કહેવામાં આવ્યું છે-''ચોવીશ તત્ત્વના સંઘાતપ શરીરભૂત ક્ષેત્રોને અને તે ક્ષેત્રોને જાણનારા ક્ષેત્રજ્ઞા જીવાત્માઓને, તથા પ્રધાનને-માયાને અને પ્રધાનના પતિ પુષને, તથા માયાને-મૂળ મહામાયાને, ભગવાનની શક્તિપ કાળને, તેમજ સર્વાધાર અક્ષરને તથા સર્વથી પર પરમાત્માને, તેમનાં જુદાં જુદાં લક્ષણોથી જે જાણવા તેનું નામ જ્ઞાન એ પ્રમાણે કહેવામાં આવે છે.'' ।।૩૪।।
હવે-જ્ઞાનનો વિશેષ - મહિમા કહે છે-હે પાંણ્ડુપુત્ર-અર્જુન ! જે જ્ઞાન એટલે કે -નિયંતા અને નિયામ્ય, સ્વતંત્ર અને પરતન્ત્ર એવા પરમેશ્વર અને તેથી ઇત્તર સર્વ જડ ચેતનવર્ગ, એ સર્વને તેમનાં તેમનાં લક્ષણોથી જુદું જુદું જે યથાર્થપણે જાણવું, તે જાણીને - સમજીને ફરીથી આવો દેહ અને દેહનાં સંબંધી પદાર્થમાં અહં-મમત્વપ મોહ જે સ્વસ્વપના જ્ઞાનની વિપરીતતા તેને તું નહિ પામું. વળી-જીવ, ઇશ્વર, પ્રકૃતિ, પુષ, કાળ, બ્રહ્મ અને પરબ્રહ્મ-પરમાત્મા, તેમનું જે આવું જ્ઞાન તે સંપાદન કરવાથી સર્વાત્મા એવા અક્ષર-બ્રહ્મને વિષે બ્રહ્માથી લઇને સ્થાવર સુધીનાં સર્વ ભૂત-પ્રાણીમાત્ર રહેલાં છે. એ પ્રમાણે તેને દેખીશ, અર્થાત્-સર્વ ભૂતપ્રાણીમાત્ર અક્ષર બ્રહ્મ તેણે જ ધારેલાં છે એમ યથાર્થ દેખીશ-જાણીશ અને તે પછી અક્ષરાતીત પરબ્રહ્મ એવા મારે વિષે અક્ષર બ્રહ્માદિક સર્વ-વસ્તુમાત્ર સર્વનિયંતા અને સર્વાત્મા એવા મેંજ ધારણ કરેલાં છે એમ સર્વથા દેખીશ. 

અક્ષર-બ્રહ્મમાં સર્વ રહેલું છે. તેમાં પ્રમાણ-''જેમાં અંદર રહેલી બીજી કરોડો - કરોડ બ્રહ્માંણ્ડરાશિઓ જોવામાં આવે છે. તેજ સર્વ કારણનું કારણ અક્ષર બ્રહ્મ છે.'' એવું ભાગવતનું વચન છે અને સર્વેશ્વર એવા ભગવાનને વિષે અક્ષરાદિક સર્વ રહેલું છે, તેમાં પ્રમાણ -''મારે વિષે આ સઘળું વિશ્વ સૂત્રમાં મણિગણો જ જેમ એમ પરોવેલું છે.'' એ વિગેરે પોતાનાંજ વચનો છે. ।।૩૫।।