શ્લોક ૩૩

श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप | सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ||४-३३||

શ્ર્લોકાર્થ

અને હે પરન્તપ ! દ્રવ્યથી સિદ્ધ થતા યજ્ઞા કરતાં જ્ઞાનયજ્ઞા અતિ શ્રેષ્ઠ છે. કેમ કે-હે પાર્થ ! સઘળું કર્મ સર્વ પ્રકારે જ્ઞાનમાંજ પરિસમાપ્ત થઇ જાય છે. ।।૩૩।।


ભાવાર્થ

હવે-સર્વ કરતાં જ્ઞાનયજ્ઞાની શ્રેષ્ઠતા કહી બતાવે છે - હે શત્રુતાપન ! અર્જુન ! ઘૃત અને સમિધાદિક બહુ દ્રવ્યના વ્યયવાળા ખર્ચાળ યજ્ઞા કરતાં, જ્ઞાનયજ્ઞા-શ્રવણમનનાદિક સાધનોથી જીવ, ઇશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ, તેમનાં લક્ષણોથી જુદાં જુદાં તેમનાં સ્વપ સમજવાં તે પ જે યજ્ઞા તે અતિ શ્રેષ્ઠ છે. કેમ કે હે પૃથાપુત્ર અર્જુન ! સઘળું કર્મ-કર્મથી ઉત્પન્ન થતું પ્રાકૃત સ્વર્ગાદિક ફળમાત્ર, સર્વોત્તમ પરમ આનંદદાયક પરમાનંદમય પરમેશ્વરના સ્વપજ્ઞાનમાં જ સંપૂર્ણ પણે પરિસમાપ્ત થઇ જાય છે. ।।૩૩।।