શ્લોક ૩૨

एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे | कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ||४-३२||

શ્ર્લોકાર્થ

આવા બહુપ્રકારના યજ્ઞાો વેદના મુખમાં-વેદદ્વારા વિસ્તાર પામેલા છે. તે સર્વ યજ્ઞાો કર્મથીજ સિદ્ધ થાય છે એમ તું જાણ ! અને એમ જાણીને-જાણવાથી તું સંસારનાં કર્મબન્ધનથી મુકાઇ જઇશ. ।।૩૨।।


ભાવાર્થ

આ કહ્યું એ પ્રમાણે પૂર્વે કહેલા તપ-સ્વાધ્યાયાદિક ભેદોથી બહુ પ્રકારના યજ્ઞાો, બ્રહ્મના મુખદ્વારા વિસ્તાર પામેલા છે. અર્થાત્-બ્રહ્માએ-નારાયણના પ્રેરવાથી વેદોને વદનારા બ્રહ્માએ પોતાના મુખથી જ કહી બતાવ્યા છે. તે પૂર્વે કહેલા સર્વ યજ્ઞાોને કર્મથીજ થનારા એટલે કે - કર્તાની ક્રિયાથી જ સિદ્ધ થનારા છે, એમ જાણ ! અને આ ક્હ્યું એ પ્રકારે પોતાના મોક્ષમાં ઉપાયભૂત એવા યજ્ઞાોને જાણીને અને તે પછી તે પ્રમાણે યજ્ઞાો કરીને, કર્મના બન્ધનથી સર્વથા મુક્ત થઇ જઇશ. ।।૩૨।।