શ્લોક ૩૧

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् | नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ||४-३१||

શ્ર્લોકાર્થ

યજ્ઞાનું શેષભૂત અમૃત જમનારા સનાતન બ્રહ્મને-સાક્ષાત્ પરબ્રહ્મને પામે છે અને યજ્ઞા નહિ કરનારને હે કુસત્તમ ! આ લોકનું જ સુખ નથી તો પરલોકનું-જન્માન્તરનું સુખ તો હોયજ ક્યાંથી ? ।।૩૧।।


ભાવાર્થ

હવે-યજ્ઞા કરનારાઓને વખાણતા થકા અને યજ્ઞા રહિત પુષોને નિંદતા થકા સ્વયં ભગવાન કહે છે - ઉપર કહેલા યજ્ઞા કરનારા પુષો યજ્ઞાો કરતાં શેષભૂત રહેલું, માટેજ જે અમૃત તુલ્ય છે. એવા એ અમૃતપ અન્નાદિકને ''અન્નને બ્રહ્મ એમ જાણે - જાણવું.'' એ શ્રુતિવચન પ્રમાણે તેમાં બ્રહ્મદૃષ્ટિ રાખીને આદરપૂર્વક જે જમનારા છે, તે પુષો સનાતન બ્રહ્મને પામે છે અને યજ્ઞારહિતને, એટલે કે યજ્ઞા નહિ કરનારાને તો આ મનુષ્ય લોક પણ સુખદાયી નથી હોતો, તો હે કુસત્તમ ! કુકુળમાં સાક્ષાત્ નરાવતાર હોવાથી સર્વશ્રેષ્ઠ એવા હે અર્જુન ! તેને સ્વર્ગાદિક પર લોક તો ક્યાંથી જ સુખદાયી હોય ? ।।૩૧।।