શ્લોક ૩૦

अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति | सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ||४-३०||

શ્ર્લોકાર્થ

વળી-બીજા કેટલાક નિય-મિત્ત આહારવાળા હોઇને પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ ઉપર કહ્યા એ સર્વે પણ યજ્ઞાસ્વપને જાણનારા-સમજનારા છે અને યજ્ઞાથીજ ક્ષીણ થઇ ગયાં છે પાપ જેમનાં એવા છે. ।।૩૦।।


ભાવાર્થ

વાગાદિક ઇન્દ્રિયોના શબ્દાદિક આહારો જેમણે સદાય નિયમિતજ રાખેલા છે, એવા બીજા કેટલાક યોગીઓ, કુંભક પ્રાણાયામથી એકત્ર સ્થિર કરેલા પ્રાણ-વાયુઓમાં, પ્રાણોને -ઇન્દ્રિયોને પ્રતિલોમ વૃત્તિયુક્ત કરીને હોમે છે, અર્થાત્-ઇન્દ્રિયોનો પ્રાણવાયુઓની સાથે પિંણ્ડભાવ કરે છે. તે પ્રમાણે યોગાસ્ત્રમાં કહ્યું છે-''જેમ જેમ નિરંતર અભ્યાસ કરવાથી મનની સ્થિરતા થાય, તેમ તેમજ પ્રાણ-વાયુ, વાણી, શરીર અને દૃષ્ટિની સ્થિરતા થાય છે.'' યજ્ઞાથી જેમણે પોતાનાં કલ્મષ ક્ષય પમાડેલાં છે, એવા એ સઘળાય યોગીઓ યજ્ઞાનું સ્વપ જાણનારા-સમજનારા છે. ।।૩૦।।