स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः | भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ||४-३||
શ્ર્લોકાર્થ
તેજ આ પુરાતન કર્મયોગનો માર્ગ મેં તને આજ હમણાં કહી બતાવ્યો, કારણ કે-તું મારો પરમ ભક્ત અને વળી મારો પ્રિય સખા છું, માટે આ અતિ ઉત્તમ રહસ્યપ કર્મયોગ મેં તને કહ્યો છે. એમ જાણ ! ।।૩।।
ભાવાર્થ
તે જ આ પુરાતન કર્મયોગ તને મેં હમણાં વિસ્તારથી ઉપપાદન કરીને કહી બતાવ્યો.આ યોગ મારી આગળ કહેવામાં તમારો શું પ્રયોજન છે ? એમ જો તને શંકા થતી હોય તો કહું છું-તું મારો પરમ પ્રિય ભક્ત-સેવક છું, વળી-તું મારો સખા-પરમ પ્રિય મિત્ર છું, એ હેતુથી જ આ યોગપ અતિ ઉત્તમ રહસ્ય-વેદમાં કહેલું જ્ઞાન તે મેં તને કહી બતાવ્યું. આ કર્મયોગપ રહસ્ય મારા સિવાય બીજો કોઇ પણ જાણવાને, કે જાણીને કહેવાને માટે પણ શક્તિમાન છે જ નહિ. ।।૩।।