શ્લોક ૨

एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः | स कालेनेह महता योगो नष्टः परन्तप ||४-२||

શ્ર્લોકાર્થ

આમ પરંપરાથી પ્રાપ્ત થતા આ કર્મયોગને પૂર્વેના સઘળા રજર્ષિઓ જાણતા હતા, પરંતુ-ઘણા લાંબા કાળે કરીને તે કર્મયોગનો માર્ગ હે શત્રુતાપન ! અર્જુન ! આ લોકમાં નષ્ટપ્રાય થઇ ગયો છે. ।।૨।।


ભાવાર્થ

આ કહ્યું એ રીતે પુત્ર-પૌત્રાદિક સમ્પ્રદાયની પરમ્પરાએ ચાલતો આવેલો આ કર્મયોગ પૂર્વે ઘણા રાજાઓ જાણતા હતા.

મધ્યે શંકા કરે છે- તો તે પછીના થયેલા રાજાઓ કેમ નથી જાણતા ? એના સમાધાનમાં કહે છે-હે શત્રુતાપન-અર્જુન ! આ લોકમાં ઘણા લાંબા કાળે કરીને તે યોગ નાશ પામી ગયો છે, એટલે કે - શ્રોતાજનોની અલ્પ બુદ્ધિને લીધે પરમ્પરા તૂટી જવાથી છિન્ન ભિન્ન થઇ ગયો છે. ।।૨।।