द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे | स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ||४-२८||
શ્ર્લોકાર્થ
તીક્ષ્ણ વ્રતધારી સંયમશીલ યતિ-પુષો કોઇક દ્રવ્યયજ્ઞા, કોઇક તપોયજ્ઞા, તથા કોઇક યોગયજ્ઞા, કોઇક સ્વાધ્યાયયજ્ઞા અને કોઇક જ્ઞાનયજ્ઞા કરનારા હોય છે. ।।૨૮।।
ભાવાર્થ
તથા બીજા કેટલાક-સુપાત્રોમાં દ્રવ્યાર્પણ કરવું એ પજ યજ્ઞા જેમને પ્રધાન છે એવા છે, કેટલાક-કૃચ્છ્-ચન્દ્રાયણાદિક વ્રત વિગેરે તપ કરવું એ જ યજ્ઞા જેમને પ્રધાન છે એવા છે, કેટલાક - યમનિયમાદિક અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો એજ જેમને પ્રધાન યજ્ઞા છે એવા છે. ''તેમ જ વળી બીજા '' એ પદનો પ્રત્યેકની સાથે સંબંધ છે એમ સમજવું. વળી કેટલાક તો-શ્રુતિ સ્મૃતિ પુરાણ અને શ્રીહરિનાં સ્તોત્ર, એ વિગેરે ગદ્યપદ્યાત્મક પ્રબન્ધોનું પઠન-પાઠન, તેમજ તે પ્રબન્ધના અર્થનું જ્ઞાન, એ બન્ને પ્રકારના યજ્ઞાો જેમને પ્રધાન વર્તે છે એવા છે. વળી કેટલાક-પોતાના મંગળકાર્યોમાં જ પ્રયત્નશીલ સમ્યક્પ્રકારે અતિદૃઢ ઉગ્ર વ્રત-સંકલ્પ જેમને છે એવા છે. ।।૨૮।।