શ્લોક ૨૬

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति | शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ||४-२६||

શ્ર્લોકાર્થ

બીજા વળી-શ્રોત્રાદિક ઇન્દ્રિયોને સંયમપ અગ્નિમાં હોમે છે, બીજા કેટલાક શબ્દાદિક વિષયોને ઇન્દ્રિયોપ અગ્નિમાં હોમે છે. ।।૨૬।।


ભાવાર્થ

બીજા યોગીઓ સંયમપ અગ્નિને વિષે શ્રોત્રાદિક ઇન્દ્રિયોને હોમે છે, અર્થાત્ ઇન્દ્રિયોનો વિષયો થકી સંયમ કરે છે. વળી બીજા પણ યોગીઓ-ભગવદ્ભક્ત યોગીઓ તો શબ્દાદિક-મારા ગુણનું કીર્તન, મને અર્પણ કરેલાં ભક્ષ્ય-ભોજ્યદિકના રસ વિગેરે વિષયોને ઇન્દ્રિયોપ અગ્નિને વિષે હોમે છે. અર્થાત્ ભગવાનના ગુણોનું શ્રવણાદિક કરવું તેમાં જ પોતાનાં ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે એ અભિપ્રાય છે. ।।૨૬।।