दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते | ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ||४-२५||
શ્ર્લોકાર્થ
બીજા કેટલાક કર્મયોગીઓ દેવસંબંધીજ યજ્ઞાનું પર્યુંપાસન કરે છે. બીજા કેટલાક બ્રહ્મપ અગ્નિમાં યજ્ઞાસ્વપ ભગવાનનું યજ્ઞાથી જ હોમાર્ચનપ ઉપાસન કરે છે. ।।૨૫।।
ભાવાર્થ
આ પ્રમાણે બ્રહ્મમાં જ કર્મનું સમાધાન-ભાવના કહીને, હવે-યજ્ઞાના ભેદો આઠ શ્લોકથી કહી બતાવે છે-બીજા યોગીઓ એટલે કર્મયોગીઓ, ઇન્દ્ર, વણ અને ચન્દ્ર વિગેરે દેવોના આરાધનપ આ દૈવ યજ્ઞા પ્રસિદ્ધ યજ્ઞાનેજ સેવે છે, અર્થાત્-તેને વિષેજ પ્રીતિપૂર્વક વર્તે છે અને બીજા જે યોગીઓ-જ્ઞાનયોગીઓ તે તો પરબ્રહ્મપ અગ્નિને વિષે યજ્ઞાને-યજ્ઞા ફળને, યજ્ઞાથી-પરબ્રહ્મના જ્ઞાનપ યજ્ઞાવડે જ હોમે છે, એટલે કે-પરબ્રહ્મના વાસ્તવિક જ્ઞાનને લીધેજ સર્વ યજ્ઞાદિક કર્મનાં ફળ શ્રીહરિને વિષેજ અર્પણ કરે છે એ ભાવાર્થ છે.
અથવા-પ્રસિદ્ધ અગ્નિને વિષે હોમેલા હુતદ્રવ્યથી સિદ્ધ થયેલા યજ્ઞાને તેજ સાધનોથી બ્રહ્મપ અગ્નિને વિષે એટલે કે- અગ્નિપણે ભાવના કરેલા પરબ્રહ્મને વિષે હોમે છે- અર્પણ કરે છે. અભિપ્રાય એ છે કે-કરવા માંડેલા કર્મ કરતાંય બ્રહ્માર્પણ બુદ્ધિથી કરેલા યજ્ઞામાંજ સમધિક આદર હોય છે. ।।૨૫।।