ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् | ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ||४-२४||
શ્ર્લોકાર્થ
અર્પણ કરવાનું સાધન તે પણ બ્રહ્મ, હોમવાનું દ્રવ્ય તે પણ બ્રહ્મ, બ્રહ્મ પ અગ્નિમાં બ્રહ્માત્મક જ્ઞાનીએ હોમ્યું, એ રીતે સર્વમાં બ્રહ્મદૃષ્ટિ રાખવાથી સર્વ કર્મ બ્રહ્મમાંજ અર્પણ કરનાર પુષે બ્રહ્મ-પરબ્રહ્મજ પામવા યોગ્ય છે. ।।૨૪।।
ભાવાર્થ
હવે-કર્મની જ્ઞાનાકારતા કર્મમાં બ્રહ્મદૃષ્ટિ કરવાથી થાય છે એમ કર્મને બ્રહ્માર્પણપ વિશેષણ આપીને વર્ણન કરે છે - હોમદ્રવ્ય અર્પણ કરવાનું સાધન જે સ્ત્રુક્-સ્ત્રુવાદિક, અર્પણ કરવા યોગ્ય જે હવિર્દ્રવ્ય, જે અગ્નિમાં, જેણે હોમાય છે, તે આ સઘળું બ્રહ્માત્મક-બ્રહ્મનું શરીરભૂત હોવાથી બ્રહ્મપજ છે, એમ ભાવના કરીને જે પુષ યજ્ઞાદિક કર્મ કરે છે, તો તે પુષ કર્મમાં બ્રહ્મદૃષ્ટિસમ્પન્ન થયેલો-બ્રહ્મમાંજ સર્વ કર્મનું સમાવેશપ સમાધાન માનનારો છે. અને તે પુષે પામવા યોગ્ય બ્રહ્મજ છે, પણ નહિ કે આ માનવલોક, કે-જે માનવ લોકમાં કર્મબંધથી બંધાયેલાઓને ફરવાનું હોય છે.
આનું વ્યાખ્યાન બીજાઓ આ પ્રમાણે કરે છે-
જે અર્પણ કરવાનું સાધન સ્ત્રુક્-સ્ત્રુવાદિક, જે હવિર્દ્રવ્ય ઘી વગેરે અને જે અગ્નિ આહુતિ આપવાનું અધિકરણ છે, એ સઘળું બ્રહ્મનુંજ છે. અને જે હોતા-હોમ કરનારો છે, તે પણ બ્રહ્મજ છે. માટે હું પણ તે બ્રહ્મનોજ છું, માટે પોતાના શરીરભૂત એવા મારા દ્વારા એ બ્રહ્મજ પોતે હોમે છે. માટે તે બ્રહ્મેજ પોતે હોમ્યું છે એમ જે ભાવના કરે છે, તે બ્રહ્મકર્મસમાધિ છે. એટલે કે-આ હોમવું વિગેરે સઘળું કર્મ બ્રહ્મનુંજ છે, પણ મારૂં નથી, આવા દૃઢ અધ્યવસાયથી સમ્પન્ન થયેલો તે પુષ છે. અને તે પુષે બ્રહ્મજ પામવા યોગ્ય છે, (અર્થાત્-એ બ્રહ્મનેજ પામનારો છે.) ।।૨૪।।