શ્લોક ૨૩

गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः | यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ||४-२३||

શ્ર્લોકાર્થ

આસક્તિએ રહિત, ફળેચ્છામાં મુક્ત ભાવે વર્તનારો, જ્ઞાનથી સ્થિરચિત્ત બનેલો અને યજ્ઞાને-ભગવદારાધનને માટે કર્મ કરનારો, એવા પુષનું સમગ્ર કર્મ વિલીન ભાવને પામી જાય છે. ।।૨૩।।


ભાવાર્થ

વળી-પરમાત્માસ્વપનું જ્ઞાન સમ્પાદન કરવામાં જ જેનું ચિત્ત સર્વથા સ્થિરતા પામેલું છે અને એથીજ તો આત્મા-પરમાત્મા સિવાયની ઇતર વસ્તુઓમાં વિશેષપણે જેની આસક્તિ ટળી ગયેલી છે અને એમ થવાથી જ મુક્તિમાં વિરોધી એવા સકળ હેય-દોષથી રહિત થઇને મુક્તદશાને અનુભવતો, એવા તે કર્મયોગીને, યજ્ઞાને માટે, અથવા યજ્ઞાશબ્દથી કહેવાતા પરમેશ્વરને માટે, કર્મ કરતાં કરતાં પ્રાચીન કર્મજનિત વાસનાએ સહિત બન્ધન કરનારાં સમગ્ર કર્મ સમૂળ લય પામે છે, અર્થાત્-અત્યન્તપણે સર્વથા ક્ષય પામી જાય છે, એ વક્તવ્યાર્થ છે. ।।૨૩।।