શ્લોક ૨૨

यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः | समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ||४-२२||

શ્ર્લોકાર્થ

દૈવ ઇચ્છાથી પ્રાપ્ત થતા લાભથી સદાય સન્તુષ્ટ રહેનારો, શોક-મોહાદિક દ્વન્દ્વને દબાવીને વર્તનારો, મત્સરે રહિત અને સિદ્ધિ-અસિદ્ધિમાં પણ સમ ભાવ રાખનારો, આવો પુષ કર્મ કરીને પણ બંધાતો નથી. ।।૨૨।।


ભાવાર્થ

માગ્યા સિવાય અનાયાસે દૈવેચ્છાથી પ્રાપ્ત થતો લાભ-----------------કહેવાય છે. એટલે કે - યાચનાદિક પ્રયાસ સિવાય જે કાંઇ અન્નાદિક મળે તેનાથી સદાય સન્તુષ્ટ વર્તનારો, તેમજ-પોતે કરાતાં ધાર્મિક કર્મમાં તથા મોક્ષમાં હેતુભૂત એવાં શમદમાદિક સાધનોમાં પણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતાં શીતોષ્ણાદિક દ્વન્દ્વોને નહિ ગણતાં તેને અતિક્રમણ કરીને વર્તનારો અર્થાત્-તેને સહન જ કરવાના સ્વભાવવાળો, વિમત્સર-અન્ય મનુષ્યોએ પમાડેલા દુઃખનું કારણભૂત મારૂં પ્રારબ્ધ - કર્મજ છે, એમ વિવેક-વસ્તુજ્ઞાન થવાથી પોતાને દુઃખ આપનારની તરફ પણ મત્સરે રહિત-સર્વથા નિવૈરભાવે વર્તનારો, વળી-યુદ્ધાદિક કર્મમાં જય-પરાજ્યપ સિદ્ધિ-અસિદ્ધિમાં પણ સમતા રાખીને નિર્વિકાર રહેનારો, એટલે કે - આરંભેલા કાર્યો સમ્પૂર્ણતાને પામે, અગર તો ન પામે, અથવા-વિપરીતપણાને પામે, તો પણ તેમાં હર્ષશોકાદિક વિકારથી રહિતજ વર્તનારો થાય, એ અભિપ્રાય છે. આવા વર્તનવાળો થઇને વર્ણને ઉદેશીને કહેલાં તથા પોતાના આશ્રમને પણ ઉચિત એવાં શાસ્ત્રીય કર્મ કરીને પણ - કરવા છતાં પણ નાનાં પ્રકારનાં તે તે કર્મનાં ફળથી નથી બન્ધાતો. અર્થાત્- તે તે કર્મનાં ફળ તે પુષને બન્ધન કરનારાં થતાં નથી. એ અભિપ્રાય છે. ।।૨૨।।