શ્લોક ૨૧

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः | शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ||४-२१||

શ્ર્લોકાર્થ

ફળની ઇચ્છા વિનાનો, જેનું ચિત્ત આત્મસ્વપમાં જ નિયત-સ્થિર કરેલું છે, અને સર્વ પરિગ્રહ-સંગ્રહની ઉપાધિ જેણે છોડી દીધી છે, એવો પુષ કેવળ શરીરથી જ થતું કર્મ કરતો સતો પણ કોઇ પ્રકારના દોષને નથી પામતો. ।।૨૧।।


ભાવાર્થ

જે પુષની આશિષો-ફળાકાંક્ષાઓ સર્વથા નિવૃત્ત થઇ ગયેલી છે અને પોતાનું ચિત્ત અને બુદ્ધિ જેણે સ્વવશમાંજ રાખેલાં છે. અને સર્વ પરિગ્રહો પણ જેણે તજી દીધા છે. એટલે કે -પરમાત્મસુખ સંપાદન કરવું એજ એક પ્રયોજન હોવાને લીધે સાંસારિક પદાર્થોમાં મમત્ત્વે રહિત થઇ ગયેલો એ અભિપ્રાય છે. એવો પુષ પોતાના જીવિતપર્યન્ત કેવળ શરીરથી જ કરાતું, અથવા અન્ય પ્રયોજન નહિ હોવાથી કેવળ દેહયાત્રાપ શરીરનિર્વાહને માટે તેટલા પૂરતુંજ કરાતું કર્મ કરે, તો તે પુષ કોઇ પાપપ દોષને નથી પામતો. ।।૨૧।।