त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः | कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित्करोति सः ||४-२०||
શ્ર્લોકાર્થ
વળી-કર્મફળમાં આસક્તિ છોડી દઇને સદાય સંતુષ્ટ રહેનારો. અને સર્વાધાર પ્રભુ સિવાય બીજા કોઇમાં આશ્રય બુદ્ધિ નહિ રાખનારો એવો જ્ઞાનીજન કર્મમાં પૂરે પૂરો પ્રવર્તેલો હોય તો પણ તે કાંઇ કરતોજ નથી એમ જાણવું. ।।૨૦।।
ભાવાર્થ
એજ વાત વિસ્તારથી કહી સમજાવે છે - શાસ્ત્રવિહિત સત્કર્મમાં ફળાસકિતનો ત્યાગ કરીને, નિત્ય-અવિનાશી આત્મસ્વપના આનંદમાંજ સદાય તૃપ્ત-સન્તુષ્ટ રહેનાર, અને નશ્વર પ્રાકૃત વસ્તુઓમાં જે આશ્રયબુદ્ધિએ રહિત વર્તનારો હોય, તે પુષ હરકોઇ કર્મમાં સમ્પૂર્ણપણે પ્રવર્તેલો હોય તો પણ તે કાંઇ કરતોજ નથી. (અર્થાત્ - તેને કર્મ કરવા છતાં પણ ફળ-લેપ કે તેમાંથી થતું બંધન એ કાંઇ એને થતું જ નથી. એ અભિપ્રાય છે.) ।।૨૦।।