શ્લોક ૧૯

यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः | ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ||४-१९||


શ્ર્લોકાર્થ

જે પુષના સર્વ સમારંભો કામ-ઇચ્છા અને સંકલ્પે રહિત હોય છે. અને જેણે જ્ઞાનપ અગ્નિથી સર્વ કર્મ ભસ્મસાત્ કરેલાં છે, તેવા જ્ઞાનસિદ્ધિ પામેલા કર્મયોગીને જ્ઞાનીજનો પંડિત એમ કહે છે. ।।૧૯।।



ભાવાર્થ

હવે-કર્મયોગમાં રહેલા જ્ઞાનાંશનો ગુણ-મહિમા કહી બતાવે છે-જે કર્મયોગીના સર્વે સમારંભો-સમ્યક્ પ્રકારે આરંભાયેલાં સત્કર્મો, તે તે કર્મનાફળમાં આસક્તિપ કામ-પ્રબળ ઇચ્છા અને દેહની સાથે તેમજ સત્ત્વાદિક ગુણોની સાથે પણ ક્ષેત્રજ્ઞા-જીવાત્માનું એકીભાવથી ગ્રહણ કરવું તે પ સંકલ્પ, એ બન્નેથી રહિત વર્તનારા, એટલે કે-પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યથી વિલક્ષસ્વપ એવા પોતાના ક્ષેત્રજ્ઞા-જીવાત્માના સ્વપના સતત અવિસ્મરણસ્વપ અનુસંધાનથી ઇચ્છા અને સંકલ્પથી પણ રહિત વર્તનારા. અને એમ વર્તવાથી જ આત્મસ્વપના યથાર્થ જ્ઞાનપ અગ્નિથી દગ્ધપ્રાય થઇ ગયાં છે કર્મમાત્ર જેનાં, એવા તે કર્મ કરવામાં કુશાગ્ર બુદ્ધિવાળા કુશળ કર્મયોગીને ડાહ્યા બુદ્ધિમાન પુષો પંડિત-નિપુણ બુદ્ધિવાળો માને છે. ।।૧૯।।