શ્લોક ૧

इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् | विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ||४-१||

શ્ર્લોકાર્થ

શ્રી ભગવાન કહે છે-ક્યારેય ક્ષય નહિ પામનારો આ અવિનાશી કર્મયોગનો માર્ગ મેં પૂર્વે સૂર્યદેવને કહ્યો હતો, તે પછી સૂર્યદેવે પોતાના પુત્ર મનુને કહ્યો હતો. અને એ મનુએ સ્વપુત્ર ઇક્ષ્વાકુને કહ્યો હતો. ।।૧।।


ભાવાર્થ

આ પ્રમાણે ત્રીજા અધ્યાયમાં અનાદિ સંચિત કર્મજનિત વાસનાપ પ્રકૃતિએ યુક્ત, મોક્ષસાધનમાં પ્રવર્તેલા પુષને, સઘળાં ઇન્દ્રિયોના વ્યાપારથી સર્વથા ઉપરમ પામવાપ જ્ઞાનયોગમાં, તેમજ-ભગવાન શ્રી નારાયણમુનિ-મહારાજને વિષે સર્વઇન્દ્રિયોના વ્યાપારના સમર્પણપ એકાન્તિક ભક્તિયોગમાં પણ અકસ્માત્-એકદમ અધિકાર નહિ હોવાથી, જેમાં આત્મા-પરમાત્માના સ્વપના જ્ઞાનનું અનુસંધાન અનુસ્યૂતપણે રહેલું છે એવો અને તે તે કર્મના ફળાભિસન્ધિથી રહિત એવો કર્મયોગજ કરવો જોઇએ, એમ કહ્યું. અને-વળી જ્ઞાનયોગમાં યોગ્ય - અધિકારીને પણ કર્મના કર્તાપણાનું અનુસંધાન સત્ત્વાદિક ગુણોમાં જ રાખીને કર્મયોગ કરવો એજ સારામાં સારો માર્ગ છે એમ સકારણ કહી બતાવ્યું. અને લોકમાં અગ્રેસરપણે પ્રસિદ્ધિ પામેલા પુષને તો લોકસંગ્રહને માટે પણ કર્મયોગ જ કરવો એ શ્રેષ્ઠ માર્ગ છે એમ કહી બતાવ્યું.

હવે-આ ચોથા અધ્યાયમાં તો અર્જુનને પોતે-શ્રીમુખે કહેલા કર્મયોગના અનુષ્ઠાનમાં માગાત્મય દ્રઢતા કરાવવાને માટે, મનુ વિગેરેને ઉપદેશેલી યોગકથા, તેમજ તે પ્રસંગે પ્રાપ્ત થતી પોતાની અવતારકથા, પોતાના જન્મ-કર્માદિકને દિવ્યપણે જાણવાનું માહાત્મય, સ્વસ્વપને કર્મથી અલિપ્ત સમજનારાઓને પણ કર્મથી નિર્લેપતા, કર્મ, અકર્મ અને વિકર્મનું સ્વપ, યજ્ઞાોના ભેદો, જ્ઞાનયજ્ઞાનું શ્રેષ્ઠપણું, જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રકાર અને જ્ઞાનયજ્ઞા કરનારાઓને કર્મથી નિબંધપણું, એ વિગેરે કહેવામાં આવે છે- પૂર્વાધ્યાયમાં કહેલા કર્મયોગની કર્તવ્યતાને દ્રઢ કરતા ભગવાન શ્રીકૃષ્ણ ત્રણ શ્લોકથી કહે છે- મેં આ સર્વ કર્મ મારે વિષે અર્પણ કરવાપૂર્વક કર્મ કરવાપ અતિ પ્રાચીન કર્મયોગ પૂર્વે સૂર્યને કહ્યો હતો. તે પછી સૂર્યદેવે શ્રાદ્ધદેવ નામે પોતાના પુત્ર મનુને કહ્યો હતો અને શ્રાદ્ધદેવ-મનુએ ઇક્ષ્વાકુ એ નામના પોતાના પુત્રને કહ્યો હતો ।।૧।।