શ્લોક ૧૮

कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः | स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ||४-१८||

શ્ર્લોકાર્થ

માટે કર્મમાં અકર્મ જે જુએ છે, અને અકર્મમાં કર્મ જે જુએ છે, તો તે જોનારો પુષ સર્વ મનુષ્યોમાં બહુ બુદ્ધિમાન છે. અને તેજ યુક્ત-કર્મયોગયુક્ત છે. અને એ જ સમગ્ર સત્કર્મ કરનારો છે. ।।૧૮।।


ભાવાર્થ

હવે-કર્મ-અકર્મમાં જાણવા યોગ્ય રહસ્ય કહી બતાવે છે - કર્મમાં-ભગવાનની પ્રસન્નતા એ જ એક ફળની ઇચ્છાથી કરવામાં આવતા કર્મયોગમાં, અકર્મ-આત્માવલોકનમાં સાધનભૂત એવું જ્ઞાન રહેલું છે, એમ જે પુષ જુએ છે. તથા અકર્મમાં-જ્ઞાનમાં કર્મ રહેલું જુએ છે. એટલે કે - આત્મસાક્ષાત્કાર કરવામાં સાધનપ એવા જ્ઞાનયોગમાં જે પુષ કર્મ-કર્તવ્યપે, અર્થાત્-વર્ણાશ્રમના ધર્મપે પ્રાપ્ત અને દેહયાત્રાનિમિત્તે પ્રાપ્ત થતું જુએ છે.

અભિપ્રાય એ છે કે-આત્માવલોકન થવાથી પરિપક્વ થયેલા જ્ઞાનયોગમાં પણ ભક્તિના વિલાસપ શ્રવણ-કીર્તનાદિક નવધા ભક્તિપ કર્મ કરવા યોગ્ય છે જ, એમ જે જુએ છે, તે પુષ સર્વ મનુષ્યોમાં બુદ્ધિમાન છે. એટલે કે-તે સમગ્ર શ્રુતિસ્મૃત્યાદિકના સત્સિદ્ધાન્તને જાણનારો છે અને તે યુક્ત-જ્ઞાનનિષ્ઠ છે અને સમગ્ર સત્કર્મ કરનારો પણ એજ છે. ।।૧૮।।