શ્લોક ૧૭

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः | अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ||४-१७||

શ્ર્લોકાર્થ

કર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. અને વિકર્મની એટલે વેદોક્ત વિવિધ કર્મની બાબતમાં પણ જાણવા જેવુ ંછે. તેમજ અકર્મની બાબતમાં પણ જાણવા જેવું છે. કેમ કે-કર્મની બાબત અતિ ગહન-વિચિત્ર ગુંચવણોથી ભરેલી છે. ।।૧૭।।


ભાવાર્થ

હવે-કર્મ અને તે કર્મમાં અન્તર્ગત રહેલું જ્ઞાન, એ બન્નેની દુર્બોધતા કહી બતાવે છે-મોક્ષના સાધનભૂત એવી કર્મની કર્તવ્યતામાં જાણવા યોગ્ય ઘણું છે. તેમજ નાના પ્રકારનાં વેદોક્ત કર્મની અનેક ફળપતા હોવાથી, તથા તેનાં સાધનભૂત વસ્તુઓ સંપાદન કરવાના પ્રકારપણે કરીને, વિવિધતાને પામેલું કર્મ તે વિકર્મ શબ્દથી કહેવાય છે. તો તેવા વિકર્મના નાના પ્રકારના અધિકાર-વિષયમાં પણ જાણવાનું ઘણું છે. તેમજ અકર્મના આત્મા પરમાત્માના જ્ઞાનના સ્વપસંબંધમાં પણ ઘણું જાણવા યોગ્ય તત્ત્વ સમાયેલું છે. આમ આ રીતે ત્રણેય પ્રકારના કર્મની ગતિસ્વપ અતિ ગહન છે, એટલે કે-કર્મનું તત્ત્વ અતિ દુર્જ્ઞોય છે. એ અભિપ્રાય છે.

અનેક પ્રકારનાં વેદોક્ત નિત્ય-નૈમિત્તિકાદિક કર્મમાં પણ, નાના પ્રકારના અવાંતર ફળના ભેદથી કરેલું વિવિધપણું ત્યાગ કરી દઇને મોક્ષ આપનારી ભગવત્પ્રસન્નતાપ એકજ ફળના અનુસંધાને કરીને સર્વ કર્મની કર્તવ્યતાનું અનુસંધાન જે રાખવું તેજ વિકર્મમાં ખાસ જાણવા-સમજવાનું છે. એમ-''મુમુક્ષુઓએ કરવા યોગ્ય આ કર્મયોગમાં નિશ્ચયાત્મક એકજ બુદ્ધિ રાખવાની છે.'' એ શ્લોકમાં કહ્યું છે. ।।૧૭।।