શ્લોક ૧૫

एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः | कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ||४-१५||

શ્ર્લોકાર્થ

પૂર્વે થયેલા મુમુક્ષુઓએ પણ એમ જાણી-સમજીને કર્મ કરેલાં છે, માટે તું પણ પૂર્વ કાળના પુષોએ પરા-પૂર્વથી કરેલાં કર્મ જ કર્યા કર ! ।।૧૫।।


ભાવાર્થ

આ પ્રમાણે કર્મલેપથી રહિત સર્વથા નિર્દોષ મારૂં સ્વપ જાણીને નાશ પામી ગયાં છે પાપ જેમનાં એવા પૂર્વે થયેલા વિવસ્વત્ અને શ્રાદ્ધદેવાદિક અનેક મુમુક્ષુઓએ કર્મ કરેલાંજ છે. માટે તું પણ આવું મારૂં સ્વપ જાણી-સમજીને પૂર્વે થયેલા મુમુક્ષુઓએ કરેલું અને પૂર્વના ઘણા કાળથી ચાલતું આવેલું અને પૂર્વકાળમાં પણ મેંજ કહેલું એવું કર્મ કર ! અર્થાત્-કર્મના ફળમાં આસક્તિએ રહિત અને મારી ભક્તિએ સહિત એવો કર્મયોગજ કર ! ।।૧૫।।