न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा | इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ||४-१४||
શ્ર્લોકાર્થ
કેમ કે-મને કર્મો લેપ-આવરણ કરી શકતાં નથી, તેમ મને કર્મના ફળમાં સ્પૃહા પણ નથી. વળી-આમ મને જે જાણે છે તે પણ કર્મથી બંધાતો નથી. ।।૧૪।।
ભાવાર્થ
તેજ-પરમેશ્વરનું સૃષ્ટિકાર્યમાં કર્તૃત્વ અને અકર્તૃત્વ યુક્તિવાદપૂર્વક કહી બતાવે છે - વિષમ સૃષ્ટિ રચવા વિગેરે મારી ક્રિયાઓ, મને લેપ-બંધન કરી શકતી નથી. અર્થાત્-મારે વિષે કર્તાપણાના અભિમાનપે સંલગ્ન થતી જ નથી.
અભિપ્રાય એ છે કે - દેવમનુષ્યાદિક સારા-નરસા ઉચ્ચ-નીચ ભાવ મેં નથી કરેલા, પણ એ તો જીવાત્માઓનાં શુભ-અશુભ કર્મના ભેદથીજ કરેલા છે. વળી-મારે કર્મના ફળમાં સ્પૃહા પણ નથી, એટલે કે-ક્ષેત્રજ્ઞા-જીવાત્માઓને સારા-નરસા દેહ અને ભોગાદિક વિચિત્ર જુદાં જુદાં ફળ પ્રાપ્ત થવામાં ક્ષેત્રજ્ઞા જીવાત્માઓનાં કર્મનું જ પ્રધાનપણું છે. માટે તે જીવાત્માઓને તેમનાં કર્મનાં ફળ પમાડવાને માટે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયપ કર્મનું સર્વથા નિઃસ્પૃહ એવા મારે વિષે કર્તાપણું તો તેનાં કર્મની અપેક્ષાએ જ છે એ અભિપ્રાય છે.
સૂત્રકાર બાદરાયણ મુનિ પણ તે પ્રમાણે જ કહે છે-''પરમેશ્વરને વિષમતા તેમજ નિર્દયતા પણ નથી,કેમકે -કર્મની અપેક્ષાએ છે માટે. તેજ પ્રમાણે શ્રુતિ કહી બતાવે છે.'' આ સૂત્રનો અર્થ આ છે-પરમેશ્વરે કરેલી સૃષ્ટિમાં ક્ષેત્રજ્ઞા-જીવાત્માઓને સાર-નરસા દેહ અને ભોગ તેમજ ભોગનાં સ્થાન વિગેરે આપવામાં વૈષમ્ય-અસમાનતા, તથા ક્ષેત્રજ્ઞા-જીવાત્માઓને દુઃખ ઉત્પન્ન કરનારો આ અસાર સંસાર રચવામાં નિર્દયતા, એ બન્ને એ પરમેશ્વરને નથી, શાથી ? તો કે-એવી વિષમ સૃષ્ટિ સર્જવામાં ક્ષેત્રજ્ઞા-જીવાત્માઓનાં પુણ્ય-પાપપ કર્મનું અપેક્ષિતપણું હોવાથી. શ્રુતિ પણ તે જ પ્રકારે એ વાત કહી સંભળાવે છે- ''સારૂં કામ કરનારો સારો-સુખી થાય છે. અને પાપકર્મ કરનારો પાપી-દુઃખી થાય છે.'' પરાશરમુનિએ પણ એમજ કહ્યું છે-''તપસ્વીઓમાં શ્રેષ્ઠ એવા હે મુનિરાજ! આ પરમાત્મા સૃજ્ય-જીવાત્માઓને સર્જવામાં નિમિત્તમાત્ર જ છે. કારણ કે તેમાં પ્રધાન કારણીભૂત તો સૃજ્ય જીવાત્માઓની કર્મશક્તિઓ જ છે. માટે એક નિમિત્તમાત્ર કારણભાવને મુકીને બીજા કોઇની અપેક્ષા રહેતીજ નથી. કેમ કે-જીવાત્મા વસ્તુને પોતાની કર્મપ શક્તિઓજ દેવ-મનુષ્યાદિક ભાવપ વસ્તુતાને પમાડે છે.''
ભગવાન શ્રીરામાનુજાચાર્ય આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે-''સૃજ્ય ક્ષેત્રજ્ઞા-જીવાત્માઓની સૃષ્ટિમાં નિમિત્ત કારણમાત્રજ આ પરમ પુષ પરમાત્મા છે, અને દેવાદિક વિચિત્ર ભાવનું પ્રધાન કારણ તો સૃજ્યભૂત ક્ષેત્રજ્ઞા-જીવાત્માઓની અનાદિ સંચિત પ્રાચીન કર્મશક્તિઓ જ છે. માટે નિમિત્તમાત્ર કારણભાવને મુકીને, એટલે કે સૃષ્ટિના નિમિત્તમાત્ર કર્તા પરમ પુષ પરમાત્માને મુકીને આ ક્ષેત્રજ્ઞા-વસ્તુ દેવાદિક વિચિત્રભાવ પામવામાં બીજા કોઇની અપેક્ષા રાખતું નથી, પણ પોતામાં રહેલી પ્રાચીન કર્મપ શક્તિઓને લીધેજ દેવાદિક વસ્તુભાવને પામે છે. એ અર્થ જાણવો.''
આ કહ્યું એ પ્રકારે સૃષ્ટિ આદિકનો કર્તા હોવા છતાં પણ અકર્તા અને જગત્ની ઉત્પત્તિ આદિક કર્મના ફળમાં આસક્તિએ રહિત એવો મને જે પુષ જાણે છે, તો તે પુષ પણ મારી પ્રાપ્તિમાં વિરોધી અને ફળાસક્તિમાં કારણભૂત એવાં પ્રાચીન શુભ-અશુભ કર્મથી નથી બંધાતો અર્થાત્-મુકત થઇ જાય છે. ।।૧૪।।