काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः | क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ||४-१२||
શ્ર્લોકાર્થ
કરેલાં કર્મની ફળસિદ્ધિને ઇચ્છતા આ લોકમાં જે મનુષ્યો દેવતાઓનું યજન-પૂજન કરે છે, તો તેમને આ માનુષ લોકમાં કર્મથી થનારી ફળસિદ્ધિ વહેલી પ્રાપ્ત થાય છે. ।।૧૨।।
ભાવાર્થ
તે વાતને જ કહી બતાવે છે - વેદમાં કહેલી ઇન્દ્રાદિક દેવોની ઉપાસનાપ ક્રિયાઓની સિદ્ધિને-સ્વર્ગ, પુત્ર, પશુ અને અન્નાદિકની પ્રાપ્તિપ ફળસિદ્ધિને, ઇચ્છતા થકા આ માનુષ લોકમાં ઇન્દ્રાદિક દેવોને જે આરાધે છે, તેમને આ લોકમાં અને પરલોકમાં પોતે કરેલાં કર્મથી પ્રાકૃત ફળપ સિદ્ધિ તુરતજ મળે છે. માટે ઘણું કરીને તે મારૂં સાક્ષાત્ આરાધન-પૂજન નથી કરતા.
અભિપ્રાય એ છે કે - સર્વાંતરર્યામી, સર્વનિયન્તા અને સર્વ કર્મનો ફળપ્રદાતા એવો જે હું તે મારી સર્વ વેદમાં કહેલા કર્મથી આરાધના સિવાય તેમજ મારી એકાંતિકી ભક્તિ સિવાય પણ મનુષ્ય મારા અક્ષર ધામને તેમજ મારા સ્વપના આનન્દને પણ નથી જ પામતો. ।।૧૨।।