શ્લોક ૨૧૧

विक्रमार्कशकस्याब्दे नेत्राष्टवसुभूमिते । वसन्ताद्यदिने शिक्षापत्रीयं लिखिता शुभा ।।२११।।


અને આ શિક્ષાપત્રી વિક્રમ સંવત ૧૮૮૨ અઢારસો બ્યાસીના મહાસુદિ પંચમીને દિવસે અમોએ લખી છે, તે પરમ કલ્યાણને કરનારી છે. ।।૨૧૧।।


હવે શિષ્ટ પુરુષોનો એ અભિપ્રાય છે કે, કોઇપણ શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં જો મંગલાચરણ કરવામાં આવે તો એ શાસ્ત્રો પ્રસિદ્ધિને પામે છે. આ શિષ્ટ પુરુષોના અભિપ્રાયને અનુસરીને શ્રીજીમહારાજે ''वामे यस्य स्थिता'' આ શ્લોકથી પ્રારંભમાં મંગલાચરણ કરેલું છે. અને ''स श्रीकृष्णः परंब्रह्म'' આ શ્લોકથી મધ્યમાં મંગલાચરણ કરેલું છે. અને હવે અંતમાં શ્રીજીમહારાજ મંગલાચરણ કરતાં પોતાના ઇષ્ટદેવ તરીકે સ્વીકારેલા શ્રીકૃષ્ણ ભગવાનને સંભારે છે-