શ્લોક ૨૦૮ - ૨૦૯

शिक्षापत्र्याः प्रतिदिनं पाठो।स्या मदुपाश्रितैः । कर्तव्यो।नक्षरज्ञौस्तु श्रवणं कार्यमादरात् ।।२०८।।

वक्त्रभावे तु पूजैव कार्या।स्याः प्रतिवासरम् । मद्रूपमिति मद्वाणी मान्येयं परमादरात् ।।२०९।।


અને અમારા આશ્રિત સત્સંગીઓ હોય તેમણે, આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતાં આવડતું ન હોય, તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય, ત્યારે તો નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી, અને આ જે અમારી વાણી છે એ અમારૂં જ સ્વરૂપ છે, એમ જાણીને પરમ આદર થકી આ શિક્ષાપત્રી પૂજવી. ।।૨૦૮-૨૦૯।।