वर्तिष्यन्ते य इत्थं हि पुरुषा योषितस्तथा । ते धर्मादि चतुर्वर्गसिद्धिं प्राप्स्यन्ति निश्चितम् ।।२०६।।
અને અમારા આશ્રિત જે પુરુષો અને સ્ત્રીઓ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ધર્મસિદ્ધિને ઇચ્છનારા ધર્મસિદ્ધિને પામશે, અર્થસિદ્ધિને ઇચ્છનારા અર્થસિદ્ધિને પામશે, કામસિદ્ધિને ઇચ્છનારા કામસિદ્ધિને પામશે, અને મોક્ષસિદ્ધિને ઇચ્છનારા મોક્ષસિદ્ધિને પામશે. જેને જે ઇચ્છિત હશે, એ તેને પામશે. આવો ભાવ છે. ।।૨૦૬।।