શ્લોક ૨૦૫

इमामेव ततो नित्यमनुसृत्य ममाश्रितैः । यतात्मभिर्वर्तितव्यं न तु स्वैरं कदाचन ।।२०५।।


અને આ શિક્ષાપત્રી સર્વે સચ્છાસ્ત્રોના સારરુપ છે, અને મનવાંછિત ફળને આપનારી છે, એજ કારણથી અમારા આશ્રિત સર્વે સત્સંગીઓ હોય, તેમણે સાવધાન થઇને નિત્ય આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનની ઇચ્છાને અનુસારે ક્યારેય વર્તવું નહિ. ।।૨૦૫।।