न होलाखेलनं कार्यं न भूषादेश्च धारणम् । न धातुसूत्रयुक्सूक्ष्मवस्त्रादेरपि कर्हिचित् ।।१२।।
અને વળી વિધવા સ્ત્રીઓએ હોળીની રમત કરવી નહિ, અને આભૂષણાદિકનું ધારણ કરવું નહિ, અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવાં ઝીણાં વસ્ત્રોનું ધારણ પણ ક્યારેય કરવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- વિધવા સ્ત્રીઓએ હોળીના નિમિત્તે પરસ્પર રંગ, ગુલાલ ઇત્યાદિક દ્રવ્યોને ઉડાડવા વડે રમત કરવી નહિ. તથા સુવર્ણના અલંકારો ધારણ કરવા નહિ, અને કુંકુમ, આંજણ આદિક સૌભાગ્ય દ્રવ્યનું પણ ધારણ કરવું નહિ. તથા સુવર્ણાદિક ધાતુના તારથી યુક્ત સૂક્ષ્મ હીરાગળ વસ્ત્ર, સાંકડાં, કડાં, બંગળી એ આદિકનું ધારણ પણ કરવું નહિ. કારણ કે આ સધવા સ્ત્રીનો વેષ કહેલો છે. માટે વિધવા સ્ત્રીઓએ દેશ કાળને અનુસારે ઉપર કહેલા ધર્મોમાં સાવધાન થઇને રહેવું, આવો અભિપ્રાય છે. ।।૧૭૨।।