અધ્યાય - ૮ - ભરતજી બીજા જન્મે મૃગ થયા.

ભરતજી બીજા જન્મે મૃગ થયા.

શુકદેવજી કહે છે - એકવાર ભરતજી ગંડકી નદીમાં શૌચાદિ નિત્ય કર્મપ સ્નાન કરીને પ્રણવ ઁ કારનો જપ કરતા કરતા, ત્રણ મુહૂર્ત સુધી નદીના કાંઠે બેસી રહ્યા. ૧ 

હે રાજન્ !
એ સમયે એક મૃગલી તરસથી વ્યાકુળ થઇને પાણી પીવા માટે એકલી જ તે નદીકિનારે આવી. ૨ 

 એ મૃગલી નદીમાં પાણી પી રહી હતી તેટલી વારમાં નજીકમાં જ એક સિંહે લોકોને ત્રાસ ઉપજાવે તેવી ગર્જના કરી. ૩
એ ગર્જના સાંભળીને સ્વભાવથી જ વિહ્વળ (ડરપોક) જાતની એ હરણી ચકળવકળ થઇને ચારે બાજુ જોવા લાગી, સિંહની બીક લાગવાથી તેમનું હૃદય અત્યંત વ્યાકુળ થઇ ગયું, અને દૃષ્ટિ ભમવા લાગી, તેથી તેણે તરસ છીપ્યા પહેલાં જ ભયને લીધે નદી પાર કરવા માટે જોરથી છલાંગ મારી. ૪ 

તેના પેટમાં ગર્ભ હતો તેથી છલાંગ મારી તે સમયે અત્યંત ભયને કારણે તેનો તે ગર્ભ પોતાના સ્થાનેથી ખસીને યોનિદ્વારથી નીકળી જઇને નદીના પ્રવાહમાં પડી ગયો. ૫

તે અચાનક ગર્ભપાત થવાથી, લાંબી છલાંગ મારવાથી અને સિંહના ભયંકર અવાજથી ભયભીત થવાને કારણે તેમજ પોતાના ટોળાથી એકલી પડેલી એ મૃગલી કોઇ પર્વતની ગુફામાં ગઇ અને ત્યાં જ મૃત્યુ પામી. ૬ 

અને આ બાજું એ મૃગલીનું બચ્ચું નદીના પ્રવાહમાં તણાતું હતું તેને ભરતજીએ જોયું તેથી તેને તેના પર ઘણી દયા આવી તેથી તે ભરતજી સ્વજનની જેમ માતાવિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઇ આવ્યા. ૭ 

તે મૃગના બચ્ચા પ્રત્યે ભરતજીની મમતા દૃઢ થવાને કારણે રોજ રોજ ઘાસ વગેરે ખવડાવીને ઉછેરવું, સિંહાદિ જાનવરોથી તેમની રક્ષા કરવી, બચ્ચી લેવા વગેરેથી લડાવવું અને ખંજવાળવા વગેરેથી તેને રાજી કરવા લાગ્યા. આમ કરવાથી ભરતજીને મૃગના બચ્ચાને વિષે અતિશય આસક્તિ બંધાઇ જવાથી, થોડા જ દિવસોમાં તેમના યમ, નિયમ, ભગવત્ પૂજન વગેરે કર્મો એક પછી એક છૂટવા લાગ્યા, આમ કરતાં કેટલેક દિવસે ભગવાન સંબંધી ઘણાં બધાં જ કર્મો છૂટી ગયાં. ૮ 

ભરતજીને મૃગના બચ્ચા વિષે મનમાં એવી આસક્તિ થઇ કે, અહો !!! કેવી ખેદની વાત છે ? આ બિચારા કંગાળ મૃગનું બાળક કાળચક્રના વેગથી પોતાના ટોળા અને સગા સંબંધીઓથી જુદો પડી મારા આશ્રય નીચે રહ્યું છે. આ મને જ પોતાનાં માતા-પિતા, ભાઇઓ, સંબંધી અને સાથી સમજે છે. આ મૃગને મારા સિવાય અન્ય કોઇની ખબર નથી, અને મારામાં જ વિશ્વાસ રાખે છે, વળી શરણાગતનો અનાદર કરવામાં દોષ છે એમ હું જાણું છું. તેથી મારે પણ શરણાગતનો અનાદર ન કરવો જોઇએ. એમ માની તેને વિષે દોષ બુદ્ધિનો ત્યાગ કરી પાલન-પોષણ કરવું વગેરે લાડ પ્યાર કરવા લાગ્યા. ૯ 

શાંત સ્વભાવ વાળા અને દીન દુઃખિયાનું રક્ષણ કરનારા પરોપકારી મહાપુરુષો આવા શરણાગતના રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થની પણ પરવા કરતા નથી. ૧૦

આવી રીતે હરણના બચ્ચામાં આસક્તિ વધવાથી બેસતાં, સૂતાં, હરતાં, ફરતાં, ઊભા રહેતાં તેમજ ભોજન કરતી વેળાએ પણ ભરતજીનું ચિત્ત સ્નેહના બંધનથી બંધાએલું હોવાથી તેને સાથે જ રાખવા લાગ્યા. ૧૧ 

દર્ભ, પુષ્પ, સમિધ, પત્ર, ફળ, કંદમૂળ વગેરે જ્યારે લેવા જતા, ત્યારે પણ વરુ અને કૂતરાઓ આને ફાડી ખાશે એવી બીકને લીધે તે બચ્ચાને સાથે લઇને વનમાં જતા. ૧૨

રસ્તે જતાં મન ગમતા કૂણાં ઘાસ વગેરેને જોઇને તે હરણનું બચ્ચુ મુગ્ધભાવે રોકાઇ જતું, ત્યારે ભરતજી અત્યંત પ્રેમભાવથી દયાવશ થઇને તેમને ઊચકીને ખભે બેસાડી દેતા, આ પ્રમાણે ક્યારેક ખોળામાં લઇને તો ક્યારેક છાતીએ લગાડીને રમાડતા પોતે મોટો આનંદ માનવા લાગ્યા. ૧૩ 

નિત્ય ભગવાનની પૂજા વગેરે કર્મો કરતી વખતે પણ ભરતજી વચ્ચે વચ્ચે ઊઠીને તેને જુવે છે અને જોઇને સ્વસ્થ મનથી તેને આશીર્વાદ આપતાં બોલી ઊઠતા, હે બેટા ! સર્વપ્રકારે તારું મંગળ થાઓ. ૧૪

એ બચ્ચું ક્યારેક આંમ તેમ જતું રહ્યું હોય ત્યારે ભરતજીના જોવામાં ન આવવાથી જેમ લોભી માણસનું ધન જતું રહેવાથી તેના હૃદયમાં અત્યંત ઉદ્વેગ થાય તેમ ભરતજી પણ વ્યાકુળ હૃદયવાળા થતા હતા, અને પછી તેઓ હરણના બચ્ચાના વિરહથી હૃદયમાં સંતપ્ત થઇને દયામણી રીતે શોક કરતા આ પ્રમાણે બોલી ઊઠતા. ૧૫ 

અરેરે !!! શું કહી શકાય ? જેની માતા મૃત્યુ પામી છે તે મા વિહોણું બિચારું હરણનું બચ્ચું દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા, પુણ્યહીન, અનાર્ય એવો હું તે મારો વિશ્વાસ કરીને મને પોતાનો માનીને મેં કરેલા અપરાધોને સત્પુરુષોની જેમ ભૂલી જઇને ફરી પાછું મારી પાસે આવશે ને ? ૧૬ 

શું હું ફરી આ આશ્રમના ઉપવનમાં તે બચ્ચાને ભગવાનની કૃપાથી સુરક્ષિત રહેલું અને નિર્વિઘ્નપણે લીલું ઘાસ ચરતું મને જોવામાં આવશે ? ૧૭ 

અરે ! રખેને ક્યાંક એવું ના બને કે કોઇ વરુઓ કે કૂતરાઓ ટોળે મળીને અથવા એકલા રખડનાર ભૂંડ, વાઘ, સિંહ આદિ જાનવરો એને ભરખી ન જાય ! ૧૮ 

અરેરે ! સર્વ જગતના ક્ષેમકુશળ માટે ઉદય પામતા વેદત્રયીપ સૂર્યનારાયણ અસ્ત થવા પર છે, અને હજુ સુધી એ મૃગલીની થાપણપ બાળક પાછું આવતું નથી. ૧૯ 

શું તે અનેક પ્રકારના સુંદર અને જોવા જેવા પોતાના બાળખેલથી સ્નેહીઓના ખેદને મટાડનાર અને કાળિયારમૃગનો રાજકુમાર પુણ્યહીન એવા મારી પાસે આવીને મને આનંદિત તો કરશે ને ? ૨૦ 

અહો ! ક્યારેક તો હું ગમ્મત કરતાં ખોટી રીતે સમાધિના ઢોંગથી આંખો મીંચી જતો ત્યારે એ બાળક સ્નેહના કોપથી મારી પાસે આવીને જળબિંદુ જેવી નાજુક શીંગડીઓના અગ્રભાગથી મને હલાવતો હતો. ૨૧ 

ક્યારેક હું જેના ઉપર હવનની સામગ્રી મૂકી હોય એવા દર્ભના આસનને તે મૃગ પોતાના દાતોંથી ખેંચીને અપવિત્ર કરી મૂકતો, ત્યારે મારા ધમકાવવાથી તે અત્યંત ભયભીત થઇને તત્કાળ પોતાની સર્વે ચેષ્ટાઓ છોડી દઇને ઋષિકુમારની જેમ પોતાની સર્વે ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચૂપચાપ બેસી જતો હતો. ૨૨

(ભરતજી જમીન પર રહેલાં ખરીઓના ચિહ્નો જોઇને કહેલા લાગ્યા) અહો ! આ તપસ્વિની પૃથ્વીએ એવું તો કયું તપ કર્યું છે ? કે તે અતિ નમ્રતાવાળા કાળિયારમૃગનાં બચ્ચાનાં નાનાં નાનાં સુંદર, સુખદાયી અને સુકોમળ ખરીઓવાળા ચિહ્નોથી અંકિત થઇને મને કે જે હું ધનપી મૃગના બચ્ચાથી રહિત અને દુઃખી છું તે ધનની પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે, અને તે પોતે પોતાના શરીરને ખરીના ચિહ્નોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના દેવતાઓ અને બ્રાહ્મણો માટે યજ્ઞાસ્થળ બનાવી રહી છે. ૨૩ 

(ભરતજી ચંદ્રમામાં રહેલા મૃગના ચિહ્નને પોતાનો મૃગ માનીને કહે છે) અહો ! સિંહના ભયથી જેની માતા મરી ગઇ છે એવું મૃગનું બાળક આજે પોતાના આશ્રમથી વિખૂટું પડી ગયું છે, તેથી તેને અનાથ જોઇને ચંદ્રમા દયાથી પ્રેરાઇને તેનું રક્ષણ કરી રહ્યા છે કે શું ? કે પછી પોતાના પુત્રોના વિયોગપી દાવાનળની જ્વાળાથી હૃદય દાઝી જવાને કારણે મેં એક મૃગબાળનો સહારો લીધો હતો, પરંતુ તેના ચાલ્યા જવાથી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે તેથી આ ચંદ્રમા પોતાના શીતળ, શાંત અને સ્નેહપૂર્ણ અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યા છે કે શું ? ૨૪-૨૫

હે રાજન્ !
આ પ્રમાણે જેમના મનોરથ પૂર્ણ થવાનું સર્વથા અસંભવ છે એવા ભરતજીનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું, મૃગબાળના પમાં આસક્ત થતા પોતાના પ્રારબ્ધકર્મોને કારણે તપસ્વી ભરતજી યોગના અનુષ્ઠાનથી અને ભગવાનની ભક્તિથી ભ્રષ્ટ થયા. નહિતર તો જેમણે ત્યાગ કરવા દુષ્કર એવા પોતાના જ પુત્રોને મોક્ષમાર્ગમાં વિઘ્નપ સમજીને તેનો ત્યાગ કરી દીધો છે એવા ભરતજીને વિજાતીય મૃગબાળમાં આવા અતૂટ આસક્ત શા માટે થાય ? આ પ્રમાણે રાજર્ષિ ભરત વિઘ્નોના વશપણાથી યોગના સાધનથી ભ્રષ્ટ થયા, અને મૃગના પાલન પોષણ અને લાડ-પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મસ્વપને ભૂલી ગયા. એ વેળાએ જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે બળવાન વિકરાળ કાળ જેવી રીતે ઉંદરના દરમાં સાપ ઘૂસી આવે તેમ ભરતજીના માથા ઉપર ચડી આવ્યો. ૨૬
તે અંત સમયે મૃગબાળ ભરતજીની પાસે બેઠેલા પુત્રની જેમ શોકાતુર થઇ રહ્યો હતો, અને ભરતજી પણ તે શોકમગ્ન મૃગબાળને જોઇ રહ્યા હતા, તેમનું ચિત્ત હરણમાં લાગેલું હતું. આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું. ત્યાર પછી સમય જતાં તે ભરતજીને અંતકાળની ભાવના પ્રમાણે અન્ય સાધારણ મનુષ્યોની જેમ મૃગનું શરીર મળ્યું, પરંતુ તેમની સાધના પ્રબળ હોવાને કારણે પૂર્વજન્મની સ્મૃતિ તેને મૃગના દેહમાં પણ નાશ પામી નહીં. ૨૭ 

હરણના દેહમાં પણ પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાને મૃગપ થવાનું કારણ જાણીને તેઓ ઘણો જ પશ્ચાતાપ કરતા કહેવા લાગ્યા. ૨૮ 

અહો ! ઘણા ખેદની વાત છે કે, હું જ્ઞાનીઓના માર્ગથી ભ્રષ્ટ થયો. સઘળા સંગોનો ત્યાગ કરી એકાંત અને પવિત્ર વનનો આશ્રય લીધો હતો. ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રાણીના આત્મા શ્રીવાસુદેવ ભગવાનમાં નિરંતર તેમના જ ગુણોનું શ્રવણ, મનન અને સંકીર્તન કરીને તથા પ્રત્યેક ક્ષણને તેમની જ આરાધના સ્મરણ વગેરે થકી સફળ કરીને, સ્થિરભાવે સંપૂર્ણ પણે જોડી દીધું હતું. છતાં પણ અજ્ઞાની એવો જે હું તે મારું ચિત્ત અણધાર્યું એક નાનકડા હરણના બચ્ચા પાછળ પોતાના લક્ષ્યમાંથી ચ્યુત થઇ ગયું. ૨૯ 

આ પ્રમાણે મૃગના શરીરમાં રહેલા ભરત રાજાના હૃદયમાં જે વૈરાગ્યભાવ જાગ્રત થયો તેને છુપાવી રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલંજર પર્વત પરથી તેઓ ફરી શાન્ત સ્વભાવવાળા મુનિઓને પ્રિય એવા શાલગ્રામ-તીર્થમાં, પુલસ્ત્ય અને પુલહ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. ૩૦

પુલહાશ્રમમાં રહીને પણ તેઓ કાળની પ્રતીક્ષા કરવા લાગ્યા, અને મને કોઇ અન્યમાં પ્રીતિ ન થઇ જાય, એવો આસક્તિ તરફથી તેમને બહુ જ ભય લાગવા માંડયો. તેથી માત્ર એકલા જ રહેતા અને સૂકાં પાંદડાં, ઘાસ અને લતાનો આહાર કરી જીવન નિર્વાહ કરતા હતા, એ પ્રમાણે કેટલાક દિવસો સુધી રહ્યા પછી તેમણે ગંડકી નદીના પ્રવાહમાં ઊભા રહી મૃગના શરીરનો ત્યાગ કરી દીધો. ૩૧

ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભરતજી મૃગના દેહને પામ્યા એ નામે આઠમો અધ્યાય સંપૂર્ણઃ (૮)