એકસો ને છવિશમું પ્રકરણ

પૂર્વછાયો-
નકી ભક્ત નિમાડના, જેનાં અતિ આકરાં અંગ । કરડાં કઠણ વચન, જેને શિશસાટે સતસંગ ।।૧।।
બીજાં બહુ દુભાખરાં, જેનો એજ બોલવા ઢાળ । પછી કરે વારતા, જ્યારે પહેલી આપે ગાળ ।।૨।।
સમજાવ્યા સમજે નહિ, અતિ જડમતિ અડબંગ । એવા દેશમાં અવતરી, જેણે કર્યો સાચો સતસંગ ।।૩।।
એવા જન પાવનનાં, કહો કેમ ન લખીએ નામ । લખવા લાલચ્ય મુજને, જેને મળ્યા સુંદર શ્યામ ।।૪।।

ચોપાઇ-
જન જીવણ ભક્ત વણિક, કણબી ભક્ત ખુશાલ છે એક । એહાદિ ભક્તિ પ્રભુની કરે, રહી ગામ ચોલીમહેશ્વરે ।।૫।।
ભક્ત કાછિયા દેવજી નામ, નારાયણ મીઠો ગંગારામ । બાઇ જીવી માનુ ને જસોદા, ભજે હરિ રહે મન મુદા ।।૬।।
કણબી ફર્શુ ને ખુશાલ ભાઇ, બાઇ ગંગા ને ખુશાલીબાઇ । એહાદિ ભક્ત રહે ઝાંખરોડે, ભજે પ્રભુજીને ભાવ રૂડે ।।૭।।
દ્વિજ ભક્ત હરિને કેશવ, ખત્રી ઉધ્ધવ સોમો માધવ । હરિજન વિરૂબા જસોદા, વસે વાલીપર મનમુદા ।।૮।।
ક્ષત્રિ ભક્ત ધનોબા અમરી, રહે ગામ કુકશી ભજે હરિ । કણબી ગોપાળ ને ભીખોભાઇ, નાગર પાનબાઇ હરબાઇ ।।૯।।
એહ આદિ હરિજન જેહ, વસે ગામ સુંદરેલે તેહ । કણબી ભક્ત નારાયણ દયાળ, નાનજી લખમણ ને લાલ ।।૧૦।।
મકુ માધો ભીલો દેવો હિરો, સુરજી ખીમો ભક્ત સુધીરો । નારાયણ આદિ બહુ ભાઇ, સુંદર રતન ને ગંગાબાઇ ।।૧૧।।
ક્ષત્રિભક્ત છે માધવ નામ, એહાદિ જન રહે ખલગામ । કણબી ભક્ત હિરો ને ઓંકાર, જન રહે ખલમોટી મોઝાર ।।૧૨।।
કણબી ભક્ત રામો હિરા દોય, દેવો ને જન ભિખિબા સોય । ક્ષત્રિ ઇંદ્રરાજ ને ભીખાજી, રહે મોરંગડિયે મોહ તજી ।।૧૩।।
કણબી ભક્ત ખીમો ને મોહન, ડુંગર કેશવ ખુશાલ જન । ક્ષત્રિ ભક્ત માનસિંઘ નામ, એહાદિ જન વિખુડા ગામ ।।૧૪।।
દ્વિજ ભક્ત ચંદ્રેશ્વર મકુન, બાઇ બાલી મીઠી હરિજન । કણબી ભક્ત દેવો ને પુંજન, ધનો પ્રેમો બેચર લાલો જન ।।૧૫।।
ભક્ત રામજી ને ભાગ્યબાઇ, રહે જન એ ધામણામાંઇ । કણબી ભક્ત લાલો પર્શુરામ, ભજે હરિ ગુરૂ જલે ગામ ।।૧૬।।
કણબી ભક્ત સુંદર ને પુંજન, રહે માતપુરે હરિજન । કણબી કાશી વાલજી ગોવિંદા, બાઇ ગંગા વાલુ વળી નંદા ।।૧૭।।
ભક્ત કાછિયા રૂખડુ દલુ, પ્રેમચંદનું ભજન ભલું । ભક્ત ગુલાબ વિરજી નામ, એહાદિ જન રેઠણગામ ।।૧૮।।
કણબી ભક્ત નથુ કાલુ દોય, હીરો જાદવ ઓંકાર સોય । કુરજી ને જગદીશ નામ, ભાગ્યબાઇ રહે કૌડિયે ગામ ।।૧૯।।
તુલાધાર તનોજી ભગત, રહે બરે ભજે ભગવંત । સોની ભક્ત એક પાંડુરંગ, રહે આશેરે ન કરે કુસંગ ।।૨૦।।
કણબી ભક્ત કાલુ લિંબુ નામ, બાઇ રતન રહે ધરગામ । દ્વિજ ભક્ત છે લક્ષમીરામ, ઓંકાર ને વિષ્ણુરામ નામ ।।૨૧।।
બાઇ ખુશાલ ને ગંગાબાઇ, રહે જન મંડલેશ્વરમાંઇ । એહ આદિ છે જન અપાર, કહ્યા નિમાડદેશ મોઝાર ।।૨૨।।
ખરા ભક્ત કહીએ ખાનદેશ, હેતે ભજે હરિને હમેશ । તન મન ધન તુચ્છ કરી, રાખ્યા એક અંતરમાં હરિ ।।૨૩।।
એવા ઉત્તમ જન છે જેહ, તેનાં નામ સુણો સહુ તેહ । મોટા ભક્ત માલે ગામમાંઇ, જન ભાવસાર નથુભાઇ ।।૨૪।।
ભક્ત લખમણ પર્શુરામ, જન કલ્યાણાદિ માલેગામ । કણબી ભક્ત ખુશાલ ને રામ, શિવરામ રહે જાફિગામ ।।૨૫।।
કણબી ભક્ત કહીએ તાપીદાસ, ભક્ત ભીખો જક્તથી ઉદાસ । સદાશિવને પ્રભુની પ્યાસ, પર્શુરામાદિ વરખડે વાસ ।।૨૬।।
ભક્ત ભાણજી કણબી કહીએ, જન એ સોનગિરિયે લહીએ । શેઠ ભક્ત છે ફકીરચંદ, જલગામમાં ભજે ગોવિંદ ।।૨૭।।
બહુ ભક્ત બુરાનપુરમાં, જેને અતિશે ભાવ ઉરમાં । સુંદર વસ્ત્ર કરાવી સોનેરી, જેણે હેતેશું પૂજીયા હરિ ।।૨૮।।
પૂજી હરિ થયા પૂર્ણકામ, કહું તેનાં સાંભળજ્યો નામ । ભક્ત શા ગોવિંદભાઇ નામ, લિંબડા શા ને ત્રંબકરામ ।।૨૯।।
વલભરામ ઉદારામ કહીએ, ગુલાબજી પીતાંબર લહીએ । બાઇ લાડકી ગંગા રતન, એહાદિ વણિક હરિજન ।।૩૦।।
દ્વિજ બાપુ ભગવાન નામ, રામકૃષ્ણ ને કેશવરામ । ગોપેશ્વર આદિ દ્વિજભાઇ, હરિજન રૂડાં રામબાઇ ।।૩૧।।
ક્ષત્રિભક્ત છે બુલાખીદાસ, મુળચંદ ગણપત પાસ । કણબી ભક્ત ઠાકુરદાસ દોય, રામદાસ દોય ભક્ત સોય ।।૩૨।।
હરિભાઇને પુરૂષોત્તમ, ત્રિલોચન નાનો નરોત્તમ । લાલદાસ દોય રામચંદ્ર, ભગવાનદાસ ભક્ત સુંદ્ર ।।૩૩।।
વેલીબાઇ આદિ હરિજન, કહ્યાં કણબી કુળે પાવન । સોની ઢુંઢુ ને ભક્ત ડુંગર, સુરજી ને નારણ સુંદર ।।૩૪।।
ભક્ત કૃષ્ણાજી આદિ છે ભાઇ, ભજે ભાવે હરિ ઉરમાંઇ । રેવા દેવુ જમના ને મોની, એહ આદિ બાઇયો ભક્ત સોની ।।૩૫।।
ગોપીરામ ભક્ત છે સુતાર, ભક્ત ભાઉજી બ્રહ્મક્ષત્તર । ફકીરચંદ અર્જુન કલુ, વૈશ્યજાતિમાં ભક્ત દયાળુ ।।૩૬।।
ચિંતામણ નાગુ ભીખો ભાવી, બાઇ પ્રેમા ને મેના સાળવી । તેલી ભક્ત શિવો જન સોય, દુર્લભ ને લાલદાસ સોય ।।૩૭।।
જાનજી નથુ ઉત્તમ જાણો, છબિલદાસ વલભ વખાણો । બાઇ નંદા બે બાઇ રતન, એહ આદિ તેલી હરિજન ।।૩૮।।
સઇ નિહાલચંદ છે જન, મોતી નાનો ને બાઇ રતન । ખત્રીભક્ત નથુભાઇ કૈયે, કોળી ભક્ત વલભદાસ લૈયે ।।૩૯।।
એહ આદિ બાઇ ભાઇ ઘણાં, સર્વે સેવક છે સ્વામીતણાં । રહે બુરાનપુરે એ જન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૪૦।।
દ્વિજ ભક્ત બાપુભાઇ નામ, ભજી હરિ કર્યું નિજકામ । રાજ સાજ મેલી માલ ધન, થયો ભક્ત પુનામાં પાવન ।।૪૧।।
શેઠ ભક્ત એક સેવારામ, ભજે હરિ રહે ઉજેણ ગામ । દ્વિજ ભક્ત દિપો શંભુરામ, ઓંકાર રે વેલાખેડે ગામ ।।૪૨।।
દ્વિજ મયારામ ને ઓંકાર, ભક્ત આંજણો દુદો ઉદાર । એહ વસે ગામ મિણમાંઇ, ભજે સ્વામી જાણી સુખદાઇ ।।૪૩।।
ક્ષત્રિ ભક્ત છે સરદારસિંઘ, વસે માલિખેડીયે અનઘ । હવે હિન્દુસ્થાનનાં જે જન, કહું પવિત્ર ભક્ત પાવન ।।૪૪।।
ધર્મ રીત્યમાંહિ ઘણું ધીર, વાચકા છે સાચા શૂરવીર । એવા જનનાં લખશું નામ, જેને મળ્યા છે સુંદર શ્યામ ।।૪૫।।
ધન્ય ધન્ય ભક્ત ધુવામાંઇ, જેણે હરિશું કરી સગાઇ । પડી ટેવ પ્રકટ સેવવા, એહ જન તો લખવા જેવા ।।૪૬।।
ભક્ત લુવાર નામ મદારી, રામ બકશ ને ગિરધારી । ઠાકુરદાસ બિંદા હરદાસ, કુંઢેરામનિયે તજી ત્રાસ ।।૪૭।।
એહાદિ ભક્ત કહીએ લુવાર, દ્વિજ બુધ્ધજી ધુવા મોઝાર । બહુ ભક્ત છે બરાઇ ગામ, જેને મળ્યા છે સુંદર શ્યામ ।।૪૮।।
ભક્ત લુવાર સકટુ ભૈયા, ભક્ત રામફલ બે કશિયા । રહે ચ્યાર ત્યાં હરિદાસ થોલી, ચર્ણદાસ લોહરકા ને ભોલી ।।૪૯।।
માનસિંઘ મુલચંદ મોજી, મનછા દો મજલા ડુવોજી । મોતી મનસુખ લછમન, નેક સિયા પોસુ કુલમન ।।૫૦।।
લલુ નેનસુખ ને નથુઇ, ચાંદુ ચૌકરા અંગના સોઇ । પેજા આદિ છે ભગત ભાઇ, હવે કહું હરિજન બાઇ ।।૫૧।।
લાડુ વિરૂ વખતુ પિરાનું, મકુ મુલિ મથુરાં એ માનું । તેજુ સ્વરૂપી અલપુ ધરમા, ગઢુ આદિ બાઇયો લુવારમાં ।।૫૨।।
દ્વિજ ભક્ત છે પુરના નામ, દો લછમન ને દયારામ । શકટુ રઘુનાથ એ ભાઇ, ખીમા અંતકુ સુમિત્રાબાઇ ।।૫૩।।
ભક્ત તુલાધાર ક્રિપાભાઇ, એહાદિ જન રહે બરાઇ । હરિજન હિંદુરાઓ કહીએ, દ્વિજભક્ત તે ભવાની લહીએ ।।૫૪।।
જાણી વાત સાચી નહિ ફેર, સમઝી રહ્યા તે ગામ ગ્વાલેર । જાણ્યા અજાણ્યા જે રહ્યા જન, રહેજ્યો મુજ ઉપર પ્રસન્ન ।।૫૫।।

પૂર્વછાયો-
ધન્ય ધન્ય એહ જનને, જેણે ભજ્યા શ્રીભગવાન । તન ધન મને નૈવ ગણ્યું, નૈવ ગણ્યું જગ અપમાન ।।૫૬।।
ત્રોડિ ત્રણે લોકશું, જેણે જોડી હરિશું પ્રીત । લઇ લાભ અલભ્યને, કરી ગયા જગમાં જીત ।।૫૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિમાડ તથા હિન્દુસ્થાનદેશનાં હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને છવિશમું પ્રકરણમ્ ।।૧૨૬।।