પૂર્વછાયો-
ભાખું ભક્ત હવે ભાલના, જેનાં અતિ નિરમળ અંગ । સત્ય અસત્ય ને ઓળખી, વળી કર્યો જેણે સતસંગ ।।૧।।
અંતર ત્યાગી અતિઘણાં, જેણે સહેજે તજ્યો સ્વાદ । પ્રીત કરી પરબ્રહ્મશું, તજી જગતનો વિષવાદ ।।૨।।
લેતાં નામ એ જનનાં, મારે હૈયે હરખ ન માય । કહું સંક્ષેપે સાંભળો, સુણિ પાપ પ્રલય થાય ।।૩।।
ચોપાઇ-
ક્ષત્રિ પુંજોજી બાપુજી વર્શોભાઇ, કાયોજી અજુબા ફુલિબાઇ । શા ત્રિકમ ડોસો રતનજી, કાનજી કલ્યાણજી ગગજી ।।૪।।
ભક્ત કણબી ખીમો રતનો, ઘાંચો વનમાળી ભક્ત પ્રભુનો । મોનો ને વળી દામો લુહાણો, એહ આદિ તે ધોલેરે જાણો ।।૫।।
દાદોચારણ શેઠ ઠાકરશી, ભજ્યો હરિ ગોરાસામાં વસી । દ્વિજ રૂગનાથ ને ત્રિકમ, જગજીવન પુરૂષોત્તમ ।।૬।।
દ્વિજભક્ત કહીએ મયારામ, એહ આદિ ભડિયાદ ગામ । ક્ષત્રિભક્ત એક રૂપોભાઇ, કાજુ જન કાદિપુરમાંઇ ।।૭।।
વિપ્ર વસતો જગો ઓધવજી, હિરજી પુંજો શામો ને નાથજી । દ્વિજ રળીયાત ગલાલબાઇ, ક્ષત્રિ હઠી હરિ અજુભાઇ ।।૮।।
કણબી ભક્ત હરજી લવજી, રણછોડ ને સોની હેમજી । ભક્ત માવ છે એક બારોટ, પ્રેમીભક્ત માવો પરિયટ ।।૯।।
એહઆદિ ભક્ત બાઇ ભાઇ, સારા સતસંગી ગાંફમાંઇ । ક્ષત્રિ ભક્ત દાદો દેશળજી, દેવબાયે લીધા હરિ ભજી ।।૧૦।।
દેવજાતિ ભક્ત દાદોભાઇ, એહ આદિ તે પિપળીમાંઇ । દેવજાતિ ભક્ત ખીમરાજ, આવરદાસે કર્યું નિજકાજ ।।૧૧।।
ભક્ત સેસો વણાર ને પ્રાગ, હઠી ડોસે કર્યો કુસંગ ત્યાગ । કોળી ભક્ત વાંસો અજોભાઇ, વાઘા વસતાદિ ભક્ત કેવાઇ ।।૧૨।।
દેવજાતિ એક જીજીબાઇ, કહીએ ભક્ત કમિયાળા માંઇ । દ્વિજ ભક્ત ઓધ્ધવજી કહીએ, હરિભાઇ પીતાંબર લહીએ ।।૧૩।।
પુરૂષોત્તમ નાનજી નામ, જેઠો જાદવજી પ્રભુરામ । મેઘજી આદિ ભક્ત છે ભાઇ, દ્વિજભક્ત એક ભાણીબાઇ ।।૧૪।।
કણબી ભક્ત જેરાજ દેવજી, પછમમાં લુવાર ભાઇજી । ક્ષત્રિ રૂગનાથજી હરિજન, કરે ફેદરે હરિભજન ।।૧૫।।
દ્વિજ નારાયણજી જેઠો જન, ક્ષત્રિ ગજોજી એ છે પાવન । એહ આદિક ભક્ત ભણિયે, ખરા જન ખસતે ગણિયે ।।૧૬।।
ગજો વિસો રવો છે ગઢવી, દેવુબાઇને ભગતિ ભાવી । ક્ષત્રિભક્ત કાકોભાઇ કહીએ, માનોભાઇ હઠિભાઇ લહીએ ।।૧૭।।
જાઇભાઇ દુદોભાઇ જન, ભક્ત મશરૂ આદિ પાવન । દ્વિજભક્ત જગો શિવરામ, કણબી રગનાથ રોજકે ગામ ।।૧૮।।
ક્ષત્રિ સુજોજી નાથોજી નામ, ચારણ જેઠો બનુબા અકામ । ભક્ત ભીમ ને આશો સુતાર, ખરા ભક્ત ખરડય મોઝાર ।।૧૯।।
ચોકડિયે હરખો હરિજન, કોળી કુળે સહિત પાવન । ક્ષત્રિભક્ત ખેતોજી જામોજી, રૂડા રાજોભાઇને ખોડોજી ।।૨૦।।
હોથીભાઇ નાનજીભાઇ જાણો, શેઠ જેઠો ગગો પરમાણો । દ્વિજ હરિશંકર અંબારામ, એહાદિ જન ઝિંઝર ગામ ।।૨૧।।
શેઠ વજો ને નરસૈદાસ, ધનો સુતાર ધંધુકે વાસ । ક્ષત્રિભક્ત મુળુભીમ જાણ, કણબી જેઠો સુતાર પંચાણ ।।૨૨।।
દ્વિજ વીરો દલો દાજી કહીએ, આણંદાદિ ભક્ત દ્વિજ લહીએ । ભક્ત કુબેર બેચર સોની, ખડોલમાં રેણાક એહુની ।।૨૩।।
ભક્ત ભાટ છે વખતો નામ, રૂડો ભક્ત છે રાયકે ગામ । દ્વિજ ભક્ત છે તુલજારામ, બાઇ ગલાલ અડવાલ્ય ગામ ।।૨૪।।
હરિભક્ત છે દ્વિજ બેચર, ભજે પ્રભુ રહે રંગપર । ક્ષત્રિ હલુભાઇ હરિજન, ભક્ત જમાલપર પાવન ।।૨૫।।
ક્ષત્રિ રયો મેઘો અરજણ, વાઘો જેસંગ ભીમ સુજાણ । કમો હરખો ને વશરામ, દ્વિજ કુબેર ગાંગજી નામ ।।૨૬।।
ચારણ ભક્ત ભાવી ભગવાન, જન રતનજી ને આયદાન । સોની કૃષ્ણાદિ ભક્ત કહેવાય, વસે ગામ તે બળોલ્યમાંય ।।૨૭।।
સોની ભક્ત ગોકુળ હડાળે, દ્વિજ કેશવજી વ્રત પાળે । દ્વિજભક્ત છે હરજીવન, કોળી નાનજી ભક્ત પાવન ।।૨૮।।
ચારણ અજો રહે બગોદરે, ભલી ભક્તિ પ્રભુજીની કરે । ભક્ત ભાટ આધાર છે રૂડો, ગજો ગોરો ખરો જન ખોડો ।।૨૯।।
ખત્રિ ભક્ત ચેલો નથુભાઇ, કૃષ્ણ સઇ જવારદ માંઇ । દેવજાતિ ભક્ત મઘુબાઇ, દ્વિજ મેઘજી સરગવાળા માંઇ ।।૩૦।।
ભક્ત ભરવાડ સગરામ, સારો ભક્ત એ સમાણિ ગામ । હરિભક્ત સોની હિરો એક, નથુ દેવચંદ દો વણિક ।।૩૧।।
દ્વિજ માદેવ દયાળ કાનો, નથુ ખત્રિ બોરૂમાંહિ માનો । રાઘવજી પીતાંબર ભાઇ, શા મોરાર મોટી બોરૂમાંહિ ।।૩૨।।
કાશીદાસ ને કૃષ્ણ વણિક, ક્ષત્રિભક્ત ભાઇજી છે એક । કહીએ ભક્ત તે કૃષ્ણ સુતાર, વસે જન જાખડા મોઝાર ।।૩૩।।
હરિભક્ત ભલુજી ચારણ, ક્ષત્રિ તેજો પથો વટાંમણ । ક્ષત્રિભક્ત સુજોજી બાદર, ખોડો જેઠી અલુ ઉજાગર ।।૩૪।।
દ્વિજ ભગવાન વલ્લભ નામ, જગજીવન ને રાજારામ । સોની ભક્ત છે ભૂખણભાઇ, હરિજન એક જીવીબાઇ ।।૩૫।।
ભક્ત વોરો અશમાલ એક, વસે કઉંકે ન મુકે ટેક । ભક્ત ભાટ છે રાઇજી નામ, વસે દાસ પિસાવાડે ગામ ।।૩૬।।
ક્ષત્રિભક્ત નાથો ને સજાણ, ભનો રાજો વેજલકે જાણ । ક્ષત્રિભક્ત ગોપાળજી કહીએ, ભીમજી ને પથોભાઇ લહીએ ।।૩૭।।
હિરો હરભમ ભગવાન, વર્સો બાદર રૂપો નિદાન । એહ આદિ ક્ષત્રિ બહુ ભાઇ, હર્જીબા અજુબા અંબાબાઇ ।।૩૮।।
દ્વિજ પુરૂષોત્તમ વજેરામ, ભક્ત ચારણ બાપુજી નામ । ઠાર બેચર ગણેશ લુવાર, એહ આદિ તે કોઠય મોઝાર ।।૩૯।।
કણબી ભક્ત હરજી કહેવાય, ભજે હરિ વાલથેરામાંય । દ્વિજભક્ત નારાયણજી નામ, રેવાશંકર સેવકરામ ।।૪૦।।
મહાશંકર ભક્ત ભાણજી, શિવબાયે લીધા હરિ ભજી । અવલ પુતળીબાઇ વણિક, ભજ્યા હરિ વજે ગ્રહિ ટેક ।।૪૧।।
એહ આદિ બાઇ ભાઇ કંઇ, ભજે પ્રભુ ધોળકામાં રઇ । દેવજાતિ કહીએ ડોસોભાઇ, વસે ભક્ત તે વાસણામાંઇ ।।૪૨।।
કણબી જીતબાઇ હરિજન, ગામ ચરોડે ભક્ત પાવન । કણબી ભક્ત કાશીદાસ નામ, વસે દાસ કાશીદરે ગામ ।।૪૩।।
ક્ષત્રિભક્ત મોટા મોડભાઇ, વસે ગામ મોડાસરમાંઇ । શેઠ કલ્યાણ ખોડો ભગત, અવલ વિછિયાવ્યે મુગત ।।૪૪।।
ક્ષત્રિ નથુ નારાયણ જીજી, ગામ સાણંદમાં ભક્ત મુળજી । ક્ષત્રિબાપુ તેજો જેઠિભાઇ, મોટાં ભક્ત ફઇબા ને બાઇ ।।૪૫।।
ફુલીબા ફુલજીબા ને ગલી, દ્વિજ રાઇ નાથી ને અવલી । રાજબાઇ દ્વિજ જીવરામ, ચારણ ભક્ત હરિબાઇ નામ ।।૪૬।।
ભરવાડ ભક્ત એક લાલો, જેને લાગ્યો સતસંગ વહાલો । રંગા મૈયારી જવન સલામ, એહાદિ જન મછિયાવ્ય ગામ ।।૪૭।।
ક્ષત્રિભક્ત જીવોજી અલુજી, ઘોડજી કાંધોજી ને દલુજી । દાસ કલ્યાણ ને હીરબાઇ, બેચર લુવાર દદુકામાંઇ ।।૪૮।।
ભક્ત સુતાર કલો અમલ, કોળી ગણેશ ભક્ત રહે થલ । વનો દાસ દયાળ સોનાર, કોળી કલુ ધોલેરા મોઝાર ।।૪૯।।
ભક્ત લુવાણો રણછોડ નામે, ક્ષત્રિ વરસોજી ડુભાલી ગામે । એક પુંજો સોની હરિજન, ભજે ઝાંપ્ય ગામે ભગવન ।।૫૦।।
ભક્ત વણિક હરજીવન, કરે મોરાર હરિભજન । હરિભક્ત કોળી રામબાઇ, એહ આદિ બલદાણામાંઇ ।।૫૧।।
ભક્ત એક દ્વિજ નંદરામ, ભજે હરિ રહે મિટાલ્ય ગામ । ક્ષત્રિભક્ત કસિયોજી કહીએ, વેજો સાદુલ ગોકળી લહીએ ।।૫૨।।
શેઠ નાથાદિ જન સુંદર, કાજુ ભક્ત રહે કાણોતર । સારા ભક્ત છે શિયાળમાંઇ, શેઠ માધો લાધો ઘેલોભાઇ ।।૫૩।।
જેઠા આદિ વણિક ઉદાર, જેણે રાજી કીધા છે મોરાર । ક્ષત્રિ રતનજી જેસો વળી, રૂપો વરજાંગ છે ગોકળી ।।૫૪।।
એહાદિ ભક્ત બીજા છે બહુ, વસે ગામ શિયાળ્યમાં સહુ । ઘણા દેશ ઘણાં ગામ નામ, ભજી હરિ પામ્યા પરમધામ ।।૫૫।।
હરિજનનાં નામ અપાર, એક જીભે ન હોય ઉચ્ચાર । કહિ કહિ કિયાં લગી કહીએ, અપારનો પાર કેમ લહીએ ।।૫૬।।
પૂર્વછાયો-
અપાર જીવ ઓધરે, જીયાં પ્રકટ પુરૂષોત્તમ । કવિ કેમ કથી શકે, જેને નેતિ કહે નિગમ ।।૫૭।।
હરિ હરિજન ગાતાં, પતિત પાવન થાય । સુણતાં જશ શ્રવણે, વળી કોટી કર્મ કપાય ।।૫૮।।
કાન પવિત્ર જે કથા સુણતાં, જીભા પવિત્ર ગાતાં જે જશ । એવો કોણ અભાગિયો, કહેતાં સુણતાં કરે આળસ ।।૫૯।।
માટે વિચારી મનમાં, કર્યો આદર નામ ઉચ્ચાર । સદમતિ સહુ સાંભળો, કહું નામ કાંઇક નિરધાર ।।૬૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ભાલદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને અઢારમું પ્રકરણમ્ ।।૧૧૮।।