એકસો ને પનરમું પ્રકરણ

પૂર્વછાયો-
કહું ભક્ત કાઠિયાવાડના, જીયાં રહ્યા હરિ કરી વાસ । આપી સુખ અતિઘણાં, પૂરી જનના મનની આશ ।।૧।।
નિષ્કામી નિર્મળ અતિ, અતિ આંટીવાળાં અંગ । તન ધન સુખ ટળે, તોય ન ચળે સતસંગ ।।૨।।
એવા ભક્ત અનૂપનાં, લેતાં નામ આવે આનંદ । કહું ભક્ત કારિયાણીના, જેને સ્વામી મળ્યા સુખકંદ ।।૩।।

ચોપાઇ-
ભક્ત માંચો મોટા હરિજન, વાચકાય છે નિશ્ચળ મન । વેલો વસતો રામ ખાચર, ક્ષત્રિ ભોજોભાઇ ઉજાગર ।।૪।।
માતરો ને વળી માણસુર, ભક્ત વિસો હરિને હજુર । કણબી વીરદાસ કમો કહીએ, રાઘવ દેવો હરજી લહીએ ।।૫।।
કાનો વીરો બોઘો લખમણ, ગોવો જીવો કુંવરો પંચાણ । લાલો ભગવાન ભક્ત સુતાર, લાધો સઇ જેરામ લુવાર ।।૬।।
ઠક્કર રતનો રઘો ભગત, હીરો દલવાડી સુમાર જત । ખોડો ગોવો ધનો માધો શ્યામ, ભગવાન પીતાંબર છે નામ ।।૭।।
એહાદિ કહીએ કણબી સુજાણ, ભક્ત રાઠોડ તેજો પરમાણ । ધનબા હરિબા શિતબાઇ, મોટા ભક્ત કારિયાણીમાંઇ ।।૮।।
વિપ્ર જીવો વૈશ્ય વેલોભાઇ, દ્વિજ વાલુ ક્ષત્રિ ફઇબાઇ । એહાદિ જન ઝમરાળે ગામ, લાઠિદડે ખાચર દાદોનામ ।।૯।।
ક્ષત્રિ ભક્ત કહીએ કાંધોભાઇ, લાઠિદડે વૈશ્ય શામબાઇ । રાણો ક્ષત્રિ દેવો સતવારો, ચોથો ભક્ત લુણધારે સારો ।।૧૦।।
નસિતપુરે માંચો ખાચર, માવો કુંભાર રહે રામપર । ક્ષત્રિ પુંજો પાણવિ ગામ, ક્ષત્રિ કૃષ્ણ ઠક્કર વશરામ ।।૧૧।।
દ્વિજ ગલાલબા દયારામ, બેન ભાઇ એ પાટણ ગામ । શા આણંદ દ્વિજ લખીરામ, રહે ભક્ત રોઇસાળે ગામ ।।૧૨।।
સામયો લખમીચંદ જોડો, ખમિદાણામાં પટેલ ખોડો । વિપ્ર વાગજી વીરો વણિક, વશરામ લુવાણો છે એક ।।૧૩।।
સઇ દેવજી નરસઇ નામ, એહાદિ જન બરવાળે ગામ । મામૈયો હાથિયો રામ જન, પટગર અમરો પાવન ।।૧૪।।
રાઇબાઇ લાડુ વલુબાઇ, કાઠિ સોમલો કુંડળમાંઇ । ખાંભડે પુંજો દેસો રાવળ, ગુંદે વણિક કમો અમળ ।।૧૫।।
જીવો ખાચર ભક્ત અમલ, માતરો ને રાઠોડ ધાધલ । સઇ ભગો ગોપાલ સુતાર, ગર લીલાધર પુંજો કુંભાર ।।૧૬।।
કાઠી ઉકો દલો હરિદાસ, ભગો લુવાર પ્રભુને પાસ । મોટાં ભક્ત એક મલુબાઇ, કહીએે કાઠી સારંગપુરમાંઇ ।।૧૭।।
સરવૈયે જીવણો ધાધલ, પાટિયે મોનો કણબી અવલ । ભગો ડુંગર ભક્ત વણિક, ક્ષત્રિ બાવોજી ભક્ત છે એક ।।૧૮।।
રામજોગિયો જન સુજાણ, આવ્યા પ્રભુ તેડયે તજ્યા પ્રાણ । જેઠસુર અલૈયો ખાચર, લાખો ભક્ત એ ઝીંઝાવદર ।।૧૯।।
વીરા બે વેલો કલો સુતાર, ભક્ત અજો પિપલિયા મોઝાર । ભક્ત નિંગાળે કાળો રાવળ, ભજે લાધો હરિ નિર્મળ ।।૨૦।।
ગોવો હિરો રૂડો લિંબો લહીએ, જેઠો જીવો ભગો અજો કહીએ । આંબો રામજી કણબી જન, ભટ ખીમજી રામ પાવન ।।૨૧।।
રણછોડ લાલો જસો લુવાર, ગોવિંદાદિ રહે માંડવધાર । વાવડિયે ખાચર ભાયો ઉગો, કેરાળે નાજો પ્રભુ ને પુગો ।।૨૨।।
ક્ષત્રિ રયો વસતો ડોસાજી, રહે સુખપુર દુઃખ તજી । હરિભક્ત વાલજી સુતાર, દેવધરીયે રામજી લુવાર ।।૨૩।।
કાઠી નાથો શેઠ ભાઇચંદ, ભજે નાગલપુરે ગોવિંદ । ભક્ત બહુ બોટાદે ભાવિક, જાણે સાર અસાર વિવેક ।।૨૪।।
હરિભક્ત હમીર ખાચર, સોમલો માતરો ઉજાગર । દાસો ગોદડ નાથો ધાધલ, ખોડો ભક્ત હરિનો અવલ ।।૨૫।।
હરિભક્ત હાથિયો ને સુથો, જેણે તજ્યો સંસાર સમુથો । એહાદિ કહીએ કાઠી ભક્ત, ભજી હરિ થયા મોટા મુક્ત ।।૨૬।।
શેઠ અદો ને ભગો ભાવિક, કૃષ્ણ કેશવ જાણો વણિક । ભક્ત હીરો મેઘો મૂળચંદ, નાનચંદાદિ વણિકવૃંદ ।।૨૭।।
દ્વિજ અજો જેઠો શિવો મોનો, સોની ધનો ભગત પ્રભુનો । ભક્ત લાધો મૂળો ભાવસાર, અમરશી કંસારો ઉદાર ।।૨૮।।
મસ્તિ આદિ ભક્ત બીજા બહુ, સત્સંગી છે સ્વામીના સહુ । રહે બોટાદ ગામમાં વાસે, ભૂલ્યે ન બેસે નાસ્તિક પાસે ।।૨૯।।
શેઠ પીતાંબર રહે અલાઉ, હરિ ભજી લીધો મોટો લાઉ । રાજો ભીમો ને વાઘો સુતાર, ખસમાં ભક્ત ભોજો લુવાર ।।૩૦।।
ગામ બગડે જસો ખાચર, બાઇ બગી આદિ ઉજાગર । ભક્ત જાળીલે પાંચો કુંભાર, કરી સતસંગ તર્યો સંસાર ।।૩૧।।
સુંદર ભક્ત સુંદરિયાણામાંઇ, ખાચર ડોસો વસતો કેવાઇ । શેઠ હેમો વનો હિરો ભક્ત , ભગો ગલો ને મોરાર મુક્ત ।।૩૨।।
કહીએ કપુરાદિ તુલાધાર, ભક્ત એક નાનજી સોનાર । ભક્તક્ષત્રિ દાદોજી સબલો, હરિજન મલો મરૂસ્થલો ।।૩૩।।
રામદાસ આદિ જન જેહ, વસે સુંદરિયાણામાં તેહ । દેવજાતિ મોડ બનુભાઇ, જેને પ્રભુ વાલા ઉરમાંઇ ।।૩૪।।
હરિભક્ત ગણેશ લુવાર, વસે પોલારપુર મોઝાર । દ્વિજ ગગો ક્ષત્રિ જીવોભાઇ, હરિજન એ જસકામાંઇ ।।૩૫।।
દ્વિજ દેવો શેઠપુંજોભાઇ, એહાદિ જન અણિયાળીમાંઇ । ભક્ત કણબી ઘેલો છે નામ, વસે જન તે વાવડી ગામ ।।૩૬।।
કોળી ભક્ત નાજો એક કાવે, ભજે હરિ રહે બુવાવાવે । ક્ષત્રિ ભીમોભાઇ ભોજોભાઇ, દેશળજી રહે વાગડમાંઇ ।।૩૭।।
શા દામો વસરામ કુંભાર, વૈશ્ય રામ મોરશિયા મોઝાર । સોની ભક્ત નારાયણજી નામ, ભક્ત કાનજી શા જીવરામ ।।૩૮।।
એહ આદિ રૂડા હરિજન, વસે કંથારિયામાં પાવન । રાણપુરે રહે વિપ્ર સંઘજી, કર્યો સતસંગ કુસંગ તજી ।।૩૯।।
સંઘો રણછોડ રવો ને રૂપ, પુંજો લખમણ કણબી અનુપ । કોળી હરજી ને ઘેલો ભક્ત, હીરાદાસ વૈરાગી વિરક્ત ।।૪૦।।
દ્વિજ નારાયણજી રામબાઇ, ભક્ત એહ આદિ લોયામાંઇ । નકી ભક્ત નાગડકે ગામ, શિરોમણિ ખાચર સુરો નામ ।।૪૧।।
કાળો માણશિયો નાથો ભાઇ, રૂડાં શાંતિબાઇ વલુબાઇ । કાઠી ભક્ત ભીમો જેઠો નામ, એહાદિ રહે નાગડકે ગામ ।।૪૨।।
ચોકડિયે સતો રૂડો નાડોદા, જેને શ્રીહરિ સાથે છે મોદા । ગામ કોરડે કુંપો ખાચર, હરિભક્ત ભલો ધુનિધર ।।૪૩।।
ભક્ત કણબી શામજી નામ, ભજે હરિ ચોરવીરે ગામ । પિપરડીએ ભટ ભાણજી, કરી જીત નારાયણ ભજી ।।૪૪।।
ભક્ત ભીમો માલો હાથસણિયે, નાજો ખાચર મોઢુકે ગણિયે । શેઠ શામજી વસે વિછિએ, કલો સઇ કડુકામાં કહીએ ।।૪૫।।
ગોખલાણામાં જીવો લુવાર, પ્રભુ ભજી થયો ભવપાર । ભક્ત મોકો ખાચર માણશિયો, શવો લુવાર ખંભાળે રીયો ।।૪૬।।
બાબરામાં દ્વિજ ગંગારામ, ખાચર ઉનડ કરિયાણે ગામ । ભક્ત શેઠ જુઠો નિલવળે, ભજે જગતપતિ મતિ ન ચળે ।।૪૭।।
હરિજન અરજણ માવજી, આશા અસત ત્રિકમે તજી । સારાં હરિજન સોનબાઇ, રાજગર રાયપુરમાંઇ ।।૪૮।।
કોટડે પ્રેમ પુતળીબાઇ, પ્રીત વણિકની પ્રભુમાંઇ । કાલાસર રહે પાતોગર એક, કુંદણીમાં વસતો વણિક ।।૪૯।।
ભક્ત હાદો રામો ઉકોગર, કણબી ભક્ત સુરો જસાપર । ભક્ત ઠક્કર લખમણ મોનો, પ્રાગો ને વીરો ભક્ત પ્રભુનો ।।૫૦।।
હરિજન અજુ મુલિબાઇ, વસે ગામ પિપલિયામાંઇ । દ્વિજ ગંગેવ ઠક્કર રામ, એહાદિ જન નડાળે ગામ ।।૫૧।।
સતાપર વિપર ફુલજી, લીધો લાવ ભગવાન ભજી । કણબી ભક્ત છે રામજી નામ, કાજુ જન કમઢિયે ગામ ।।૫૨।।
ક્ષત્રિ મુલુજી ને જગુભાઇ, બાઇઓમાં આછુબા લખુબાઇ । શેઠ ડોસો જુઠો હંસરાજ, હરિ ભજી કર્યું નિજકાજ ।।૫૩।।
એહ આદિ બીજાં બહુજન, વસે બંધિયે ભક્ત પાવન । મોટા ભક્ત છે માંડવામાંઇ, વૈશ્ય રામજી ને રાધાબાઇ ।।૫૪।।
ઉમરાલિયે રાજો આહીર, હરિજન મન અતિ ધીર । ક્ષત્રિ તોંગો હકો હરિજન, શા કમળશી ગોવરધન ।।૫૫।।
ઇંદ્રજી આદિ વણિકભાઇ, એક ભકત છે પ્રેમો મેરાઇ । ભીમ વિરમ વસુ ખવાસ, ભજ્યા હરિ તજી જગ આશ ।।૫૬।।
ખોજા અભરામ વશરામ, ભજી નારાયણ કર્યું કામ । દ્વિજ એક દેવરામભાઇ, જન આણંદિ લાડકીબાઇ ।।૫૭।।
વણિક એક અગરબાઇ, એહાદિ જન સરધારમાંઇ । ભક્ત ચાવડા ભીમ જેસંગ, જેને સાચો લાગ્યો સતસંગ ।।૫૮।।
હરિજન ચારણ અદોભાઇ, એહાદિ ભક્ત ભાડુઇમાંઇ । અજો લખો કૃષ્ણ જન કાકો, જેઠો મલાર શવો ભક્ત પાકો ।।૫૯।।
વસતો કાનો દુદો નાડોદા, રહે રામપુરે મનમોદા । ચારણ સામત મુળુ કાવે, કોળી તેજો રહે ચિતરાવાવે ।।૬૦।।
કણબી ભક્ત છે ગોવિંદભાઇ, ભજે હરિ સાજડિયાળીમાંઇ । ભક્ત ગર ભીમ વશરામ, રુડો રાણો ને રાઘવ નામ ।।૬૧।।
સતસંગી શૂરા શિર વિના, જેણે તગડી જમની સેના । માત સુત લઇ ચાલ્યો સંગ, રાણે રાખ્યો ગોલીડામાં રંગ ।।૬૨।।
કાથડ ઓઢો વાલેરો જન, કાઠી ભક્ત વસે ફાડદન । કુવાડવે કપુર વણિક, ભક્ત હિરો ને મેઘો છે એક ।।૬૩।।
એહ આદિ છે ભક્ત અપાર, કવિ ક્રોડયે નોય નિરધાર । કહિ કહિ થાકે કવિરાય, અથાહનો થાહ કેમ થાય ।।૬૪।।
અગણિત અપાર અલેખે, તે આવે કેમ લખતાં લેખે । મોટો પ્રતાપ પ્રભુનો જોઇ, કરે સતસંગ સહુ કોઇ ।।૬૫।।
દેખે અલૌકિકપણું અતિ, વળી જણાય પ્રકટ પ્રાપતિ । નહિ મોક્ષપદની ઉધાર, આવે તેડવા અંત્યે મોરાર ।।૬૬।।
બીજા અનેક પરચા થાય, સહુ જન જાણે મનમાંય । જીત્યા કામ ક્રોધ લોભ મોહ, ન હોય એક તે દેખો સમોહ ।।૬૭।।
એવું સમઝી સતસંગ કરે, સ્વામી સામા સાચા પગ ભરે । તજી જુઠા જગતની આશ, થાય પ્રગટ પ્રભુના દાસ ।।૬૮।।
તેનો આવે કેમ ગણ્યે છેક, લખિયે એક ને રહે અનેક । મેંતો મનમાં કર્યો વિચાર, ન થાય નામનો નિરધાર ।।૬૯।।

પૂર્વછાયો-
ઉત્તરપંથ આકાશનો, કોઇ પામી શકે નહિ પાર । અંડજ ઉડી ઉંચાં ચડે, પણ અંબર રહે અપાર ।।૭૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે કાઠિયાવાડ પ્રદેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને પનરમું પ્રકરણમ્ ।।૧૧૫।।