જો તમે અમદાવાદથી શરૂઆત કરી રહ્યાં છો, તો ટ્રેન કરતાં વધુ આરામદાયક મુસાફરી માટે કોચ અથવા બસની પસંદગી કરો. ભુજ અને અમદાવાદ વચ્ચેનું અંતર આશરે ૩૫૨ કિલોમીટર છે અને મુસાફરીનો અંદાજિત સમય ૭ થી 8 કલાકનો છે. ઘણી બિન-સરકારી કંપનીઓ છે કે જેમાં સ્લીપર સીટની સુવિધાઓ છે, જે અમદાવાદ થી ભુજ માટે સાંજે ૮ અને ૧૧ વાગ્યાની વચ્ચે નીકળે છે અને બીજા દિવસે સવારે ૬ થી ૮ વાગ્યાની વચ્ચે ભુજ પહોંચે છે. દિવસ દરમિયાન પણ વિવિધ બસ સેવાઓ ઉપલબ્ધ છે, પરંતુ સમયની સચોટ માહિતી માટે ટ્રાવેલ્સ ઓફીસનો સંપર્ક કરવો હિતાવહ છે. આ બસ કંપનીઓની ઓફિસો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી છે, જેમાં સહજાનંદ ટ્રાવેલ્સ, પટેલ ટ્રાવેલ્સ, રોયલ એક્સપ્રેસ, સ્વામિનારાયણ ટ્રાવેલ્સ, રામાણી ટ્રાવેલ્સ, એચ.કે. ટ્રાવેલ્સ વગેરે એજન્સીનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે. વધુમાં, બિન-સરકારી બસો કે જેમાં સ્લીપર સીટની સુવિધા નથી તેમજ સરકારી વાહન/બસોની ટિકિટ થોડા સસ્તા ભાવમાં પણ મળી શકે છે.
સયાજીનગરી એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ એ બે દૈનિક એક્સપ્રેસ ટ્રેનો છે જે મુંબઈ થી ભુજ દરરોજ આવ-જા કરે છે. જો કે આ ટ્રેનો મધ્યરાત્રિએ અમદાવાદમાંથી પસાર થાય છે. સમયપત્રક મુજબ મુંબઈ અને ભુજ એમ બંને જગ્યાએથી અનુકૂળ સમય પર પ્રસ્થાન કરે છે અને પહોંચાડે છે. આ સિવાય પણ ગાંધીધામ સુધી અન્ય ટ્રેનો પણ આવે છે. ત્યારબાદ ગાંધીધામ થી ભુજ રોડ મારફતે આવી શકાય છે. કચ્છ તરફ આવતી અને જતી ટ્રેનોની સચોટ માહિતી મેળવવા માટે આ૫ ભારતીય રેલવેની વેબસાઇટ https://www.railyatri.in નો ઉપયોગ કરી શકો છો.
જો તમે હવાઇ યાત્રા કરવા માંગતા હો તો મુંબઇ થી ભુજ અને ભુજ થી મુંબઇની ફ્લાઇટ દરરોજ ઉપલબ્ધ છે. તેમજ મુંબઇ થી કંડલાની ફ્લાઇટ પણ દરરોજ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે ટ્રાવેલ્સ એજન્ટની સાથે વાત કરવી હિતાવહ છે.
જેથી કરીને તમારા સમય અને પૈસાનો બગાડ ન થાય. ભુજ કે કંડલા પહોંચ્યા પછી મહોત્સવ સ્થળ સુધી પહોંચવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસો તેમજ અન્ય ખાનગી બસ પણ સરળતાથી મળી રહે છે. વધુમાં તમે અંગત વાહન ભાડે કરવા ઇચ્છતા હો તો તે પણ સરળતાથી મળી રહે છે. આ સિવાય તમને અન્ય સ્થળોની મુલાકાત લેવા ઇચ્છતા હો તો તે માટે પણ વાહન વ્યવહારની સુવિધા સરળતાથી પ્રાપ્ત થઇ શકે છે. કેટલાક નાના સ્થળોએ ફક્ત રિક્ષા અથવા દ્વિચક્રી વાહનો દ્વારા જ પહોંચી શકાય છે.
અમદાવાદ
શ્રી સ્વામિનારાયણ વિશ્રાન્તિ ભુવન, અમદાવાદ
ગાંધીનગર હાઇવે, GIDC ભાટ, ભાટ, અમદાવાદ, ગુજરાત – ૩૮૨૪૨૪ ભારત. +૯૧૮૨૩૮૦ ૦૮૬૬૬
મુંબઈ
શ્રી સ્વામિનારાયણ મંદિર - મુંબઈ (વિશ્રાંતિ ભુવન)
મુંબઈ હાઈવે સર્વિસ રોડ, પ્લોટ ૪૮૮ (મિલાન સબવે નજીક), વિલે પાર્લે (પૂર્વ), મુંબઈ, ૪૦૦૦૫૭ , ભારત +૯૧૨૨૨૬ ૧૨૧૮૩૩